Wednesday, December 18, 2024
Google search engine
HomeDahod - દાહોદદાહોદના સિટી ગ્રાઉન્ડ ખાતે એન.કે. એકેડમી તરફથી ઇન્ટર સ્કૂલ ક્રિકેટ ટુર્નામેન્ટ સ્પર્ધાનું...

દાહોદના સિટી ગ્રાઉન્ડ ખાતે એન.કે. એકેડમી તરફથી ઇન્ટર સ્કૂલ ક્રિકેટ ટુર્નામેન્ટ સ્પર્ધાનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું

આજે તા.૧૬/૧૨/૨૦૨૪ ને સોમવારના દિવસે દાહોદ શહેરના હાર્દસમા સિટી ગ્રાઉન્ડ ખાતે એન.કે. એકેડમી તરફથી ઇન્ટર સ્કૂલ ક્રિકેટ ટુર્નામેન્ટ ભવ્ય આયોજન કરવામાં આવ્યું. જેમાં દાહોદ જિલ્લાની કુલ 10 શાળાના વિદ્યાર્થીઓએ આ સ્પર્ધામાં ભાગ લીધો હતો. કાર્યક્રમના મુખ્ય મહેમાન અને ઉદ્દઘાટક દાહોદ તાલુકાના લોકલાડીલા ધારાસભ્ય કનૈયાલાલ કિશોરીના હસ્તે કાર્યક્રમની શરૂઆત થઈ હતી. જેમાં દાહોદ મુખ્ય મહેમાન તરીકે નગરપાલિકાના પ્રમુખ નીરજભાઈ દેસાઈ, દાહોદ જિલ્લા મંત્રી ભરતસિંહ સોલંકી, ડોક્ટર અમરસિંહ ચૌહાણ, મેડિકલ ઓફિસર ટીબી ઈનચાર્જ દાહોદ મુખ્ય મહેમાન તરીકે હાજર રહ્યા હતા.

દાહોદ જિલ્લાના મીડિયા સેલના પ્રમુખ તથા NewsTok24 વેબ ન્યુઝ ચેનલના એડિટર ઇન ચીફ નેહલભાઈ શાહ, પત્રકાર એકતા ફાઉન્ડેશનના રાષ્ટ્રીય પ્રમુખ સુભાષભાઈ એલાણી અને દાહોદ જિલ્લાના પત્રકાર મિત્રો હાજર રહ્યા હતા. અને દાહોદની ૧૦ શાળાના વિદ્યાર્થીઓએ આ ટુર્નામેન્ટમાં ભાગ લીધો હતો. જેમાં દૂરદર્શનના બ્યુરો ચીફ પ્રેમશંકર કડિયા હસ્તે પ્રથમ ક્રમાંક આવેલ બોથરા ક્લાસિસના વિદ્યાર્થીઓને ઇનામ અને ટ્રોફી એનાયત કરવામાં આવી હતી. અને બીજો ક્રમાંક પર આર.એન્ડ એલ.પંડ્યા હાઈસ્કૂલ ના વિદ્યાર્થી આવ્યા હતા. આ ઇન્ટર સ્કૂલ ક્રિકેટ ટુર્નામેન્ટમાં મીડિયા પાર્ટનર તરીકે તરીકે NewsTok24 વેબ ન્યુઝ, વન્દ્દે માતરમ્ ન્યુઝ, સિંધુ ઉદય, બોલેગા દાહોદ તથા કલમ યુદ્ધ હતા. આ સંપૂર્ણ કાર્યક્રમ કુલદીપ ઉપાધ્યાય અને નીતિન બારીએ સફળતા પૂર્વક પૂર્ણ કરેલ હતું.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments