KEYUR PARMAR DAHOD BUREAU
દાહોદ જિલ્લાના મુખ્ય મથક એવા દાહોદ શહેરના હનુમાન બજાર સ્થિત શ્રી રાધાકૃષ્ણ મંદિરનો આજ રોજ તારીખ ૦૨.૦૬.૨૦૧૬ના ગુરૂવારના શુભ દિવસે ૧૯માં પાટોત્સવ નિમિત્તે મોઢીયા સમાજ દ્વારા ભવ્ય શોભાયાત્રા કાઢવામાં આવી હતી. તેમાં મોઢીયા સમાજનું દાહોદ વરિષ્ઠ મહિલા મંડળ, લીમડી મહિલા મંડળ તેમજ મોઢિયા સમાજના નાના થી માંડીને ઉમરલાયક દરેક વ્યક્તિ આ શોભાયાત્રામાં જોડાયા હતા. આ શોભાયાત્રામાં પુરુષોએ સફેદ ઝભ્ભા ઉપરા લાલ કોટિ પહેરી હતી જ્યારે મહિલાઓ પણ પોતાના મંડળ પ્રમાણે પોતાના વસ્ત્ર-પરિધાન કર્યા હતા. આ શોભાયાત્રા હનુમાન બજાર સ્થિત શ્રી રાધાકૃષ્ણ મંદિરેથી આશરે સાંજના ૪:૩૦ કલાકે નીકળી નેતાજી બજાર થઈ દૌલતગંજ બજાર થઈને ગૌશાળા મુકામે આવેલ રામદ્વારા ખાતે મહાઆરતી કરી પૂર્ણ કરવામાં આવી હતી ત્યારબાદ મોઢ સમાજ દ્વારા હરિવટિકા ખાતે મહાપ્રસાદીનું આયોજન કરવામાં આવ્યું હતું. અને રાત્રે આશરે ૯ કલાકે શ્રી રાધાકૃષ્ણ મંદિરે રાસ-ગરબાનું આયોજન કરવામાં આવ્યું છે. તારીખ ૦૩.૦૬.૨૦૧૬ને શુક્રવારના રોજ મોઢિયા સમાજના યજમાનપદે યજ્ઞવેદીની પુજા કરવામાં આવશે ત્યારબાદ ગણેશ પૂજન કરી સાંજે યજ્ઞની પૂર્ણાહુતિ તથા આરતી કરવામાં આવશે. ત્યારબાદ સાંજે પાંચ કલાકે શ્રી રાધાકૃષ્ણ મંદિરમાં અન્નકૂટના દર્શન યોજાશે તે દરમિયાન મોઢ સમાજની વાડીમાં સવારના ૯ કલાક થી ૧૨ કલાક દરમ્યાન ડ્રોઇંગ કોમ્પિટિશન અને ત્યારબાદ વર્ષ ૨૦૧૫–૨૦૧૬માં સમાજના જે વિદ્યાર્થીઓએ ઉત્તમ પ્રદર્શન કર્યું છે તેમના માટે ઈનામ વિતરણનો કાર્યક્રમ યોજવામાં આવશે અને ત્યારબાદ રાત્રિના સમયે મોઢ સમાજના બાળકો દ્વારા સાંસ્કૃતિક કાર્યક્રમનુ આયોજન કરવામાં આવ્યું છે.