Friday, January 10, 2025
Google search engine
HomeDahod - દાહોદગુજરાત સરકારની અનોખી પહેલ : શિક્ષકોને આદર્શ બનાવવા દાહોદના BAPS સ્વામિનારાયણ મંદિર...

ગુજરાત સરકારની અનોખી પહેલ : શિક્ષકોને આદર્શ બનાવવા દાહોદના BAPS સ્વામિનારાયણ મંદિર ખાતે યોજાયું સેમિનાર

 

 

દાહોદ જિલ્લાના દાહોદ તાલુકાના મુખ્ય મથક દાહોદના ઈન્દોર રોડ પર આવેલ BAPS સ્વામિનારાયણ મંદિર ખાતે આજ રોજ તા.૨૩/૦૧/૨૦૧૯ ના બુધવારના રોજ રાજ્ય સરકારના એક અભિગમ અનુસાર શિક્ષકોને આદર્શ બનાવવાના કાર્યક્રમના ભાગ રૂપે BAPS સંસ્થાના આંતરરાષ્ટ્રીય વક્તા પરમ પૂજ્ય ત્યાગવત્સલ સ્વામી દ્વારા સુંદર પ્રવચન આપવામાં આવ્યું

આજના દોરમાં જ્યારે દરેક મનુષ્ય સ્ટ્રેસ ભરેલી જિંદગી જીવી રહ્યા છે ત્યારે શિક્ષકો પણ તેનાથી અળગા ના હોઈ શકે, અને જેને ભવિષ્યનું પણ ઘડતર કરવાની જવાબદારી છે એવા ગુરુ ને આદર્શ ગુરુ બનાવવા થયું દાહોદના ઈન્દોર રોડ પર આવેલ BAPS સ્વામિનારાયણ મંદિર ખાતે ૧૨૦૦ જેટલા શિક્ષકોનું સંમેલન. જેમાં ૧૨૦૦ શાળાના આચાર્યો ઉપસ્થિત રહ્યા હતા.

દાહોદના ઇન્દોર રોડ પર આવેલ BAPS સ્વામિનારાયણ મંદિર ખાતે ગુજરાત રાજ્ય શિક્ષણ ખાતા તથા દાહોદ જિલ્લા પ્રાથમિક શિક્ષણ શાખા દ્વારા BAPS સંસ્થાના આંતરરાષ્ટ્રીય વક્તા પરમ પૂજ્ય ત્યાગવત્સલ સ્વામી ના સાનિધ્યમાં અંદાજે બારસો જેટલા પ્રાથમિક શાળાના આચાર્ય માટે “ચાલો આદર્શ બનીએ” કાર્યક્રમ અંતર્ગત એક ભવ્ય સેમિનારનું આયોજન કરવામાં આવ્યુ હતું.

આ સંમેલનમાં શિક્ષકોને આદર્શ બનાવવાનું શિક્ષણ આપતા પ.પૂ. ત્યાગવત્સલ સ્વામી એ ” You are Brahma, You are Vishnu & Mahesh ”  વિષય ઉપર મર્મસભર અને તર્કપૂર્ણ સચોટ શૈલીમાં વ્યાખ્યાન આપ્યું. અને ફેસબુુુક, ઇન્ટરનેટ અને ચાર્જરનું ઉદાહરણ આપતા કહ્યું કે આપણે પોતાની જાતને ચાર્જરની જેમ ચાર્જ કરવા પડશે કેમકે જો મોબાઈલ ચાર્જના હોય તો ઈન્ટરનેટ, ગૂગલ કે ફેસબુક ક્યાંથી ચાલે? આપણે પોતે શિક્ષક તરીકે ચાર્જ ના હોઈએ તો વિદ્યાર્થીઓને શુ આપીએ એટલે આપણે પોતે વિષયવાર વાંચન કરી તૈયાર થઈ ચાર્જ થવું પડે.

વધુમાં પ.પૂ.ઋષિમંગલ સ્વામી દ્વારા ચાલો આદર્શ બનીએ પ્રોજેકટ ની માહિતી આપી હતી. અને આ પ્રોજેક્ટને લોન્ચ કર્યો હતો અને દરેક શાળાના આચાર્યશ્રીને પોતાની શાળાનું રજીસ્ટ્રેશન કરવા માટે એક ફોર્મ ભરી પ્લે સ્ટોરમાંથી BECOME ADARSH નામની એપ્લિકેશન મોબાઈલમાં ડાઉનલોડ કરી બધી માહિતી મેળવવા કહેવામાં આવ્યું હતું.

આ કાર્યક્રમ અંતર્ગત “ચાલો આદર્શ બનીએ” પ્રોજેક્ટનું દીપ પ્રગટાવી ઉદ્ઘાટન કર્યું જે અંતર્ગત વિદ્યાર્થીઓને શાળાઓમાં સંસ્કૃતિ, શિક્ષણ, સંસ્કાર અને સ્વાસ્થ્યલક્ષી પ્રેરણાત્મક માર્ગદર્શન વિડિઓ પ્રકાશનો દ્વારા આપવામાં આવ્યા હતા. અને આ કાર્યક્રમ પૂરો થયા પછી તમામ આચાર્યોએ આ કાર્યક્રમને બિરદાવ્યો હતો અને સરકારે સમયાંતરે આવા સેમિનારો યોજવા જોઈએ તેેેવુ કહ્યું હતું.

આ સેમિનારમાં BAPS સ્વામિનારાયણ સંસ્થાના પ્રખર વક્તા પ.પૂ. ત્યાગવાત્સલ સ્વામી, ગોધરા સ્વામિનારાયણ મંદિરના કોઠારી પ.પૂ. બ્રહ્મજીવન સ્વામી તથા સારંગપુરથી પધારેલ ૧૦ જેટલા સંતો તથા દાહોદ જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી એન.જી.વ્યાસ સાહેબ, નાયબ જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી કે.યુ.હાંડા સાહેબ, જિલ્લા શિક્ષક સંઘના પ્રમુખ અને મહામંત્રી તથા ૧૨૦૦ જેટલા આચાર્યો ઉપસ્થિત રહ્યા હતા.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments