KEYUR PARMAR BUREAU DHAOD
દાહોદ જિલ્લાના મુખ્ય મથક દાહોદ શહેર ખાતે આજ રોજ સાંજના ચાર વાગ્યા ના સુમારે ૨ મુસ્લિમ બહેનો જાહેદાબેન મહેમુદભાઇ ટેલર અને હાજરાબેન અ.સત્તારભાઈ જાડા ગોધરા ખાતેથી દાહોદ મુકામે સાંજની જમ્મુતાવી એક્ષપ્રેસ ટ્રેનમાં આવ્યા હતા અને તેઓ ઘરે જલ્દી પહોચવા માટે પ્લેટફોર્મ નંબર ૨ પરથી પ્લેટફોર્મ નંબર ૧ પર જવા માટે પાટા ઓળંગવા લાગ્યા એવામાં જ એક માલગાડી પાટા પર પૂર ઝડપે દોડી આવતી હતી અને તેમાંથી એક બહેન ટ્રેક પાર ઉતારી જતા પોતાની જાન જોખમ માં જણાતા તેઓએ બચાવો ની બુમ પડતાં ત્યાં હાજર એક RPFના જવાન ની નજર તેમના પર પડતાં તે તરત જ ત્યાં દોડી ગયો હતો અને તે મુસ્લિમ બહેનને તુર્તજ આબાદ રીતે પ્લેટફોર્મ ઉપર ખેંચી લીધી હતી અને તેમનો બચાવ કર્યો હતો. આ સમાચારની જાણ થતાં તે બંને બહેનોના ઘરે થી તેમનો પરિવાર રેલ્વે સ્ટેશન આવી ગયા હતા અને તે RPF જવાનો નો ખૂબ ખૂબ આભાર માન્યો હતો.
મહિલા અને તેના પતિ સાથે ઉભેલો RPF જવાન અમરિન્દર કુમાર તસ્વીરમાં નજરે પડે છે.