દાહોદ જિલ્લાના દાહોદ તાલુકાના મુખ્ય મથક દાહોદની અનાજ મહાજન સાર્વજનિક એજ્યુકેશન સોસાયટી સંચાલિત આર.પી.અગ્રવાલ પ્રાથમિક શાળાના આચાર્ય નૈમેશભાઈ પંડ્યાના નેતૃત્વમાં શાળાના શિક્ષકોના માર્ગદર્શન હેઠળ આજે તા.૧૪/૦૨/૨૦૧૯ ગુરુવારના શહીદ દિનના રોજ શાળાના વિદ્યાર્થીઓને દાહોદની વિવિધ સરકારી, અર્ધસરકારી તથા ઐતિહાસિક સ્થળોની મુલાકાતે લઈ જવામાં આવ્યા હતા. જેમાં શાળાએ થી દૌલત ગંજ બજાર થઈને નગર સેવા સદન ત્યાંથી ગડીના કિલ્લા ઉપર મુકેલ તોપ બતાવી હતી. ત્યારબાદ મામલતદાર કચેરી ખાતે લઈ ગયા હતા અને ત્યાં સબજેલ પણ બતાવી હતી. ત્યાંથી તાલુકા શાળા વાળા રસ્તે થઈ સીટી ગ્રાઉન્ડ બતાવ્યું હતું અને ત્યાં જ પાસે આવેલ દૂરદર્શન કેન્દ્ર બતાવવામાં આવ્યું હતું. ત્યાંથી આગળ વધતાં દાહોદ જિલ્લા પોલીસ અધિક્ષકની ઓફીસ બતાવવામાં આવી હતી. અને ત્યાં નજીકમાં જ પોલીસ મુખ્ય મથક અને ટ્રાફિક ચિલ્ડ્રન પાર્ક જેવી વિવિધ જગ્યાની મુલાકાત કરાવી ને વિદ્યાર્થીઓને તેના વિશેની માહિતીથી પરિચિત કરાવ્યાં હતા. પોલીસ મુખ્ય મથક પર વિદ્યાર્થીઓને ગુનાહ તથા ગુનેગાર વિશે પણ માહિતીથી વાકેફ કરવામાં આવ્યા હતા. ત્યાંથી વિશ્રામ ગૃહ ખાતે વિદ્યાર્થી-વિદ્યાર્થીનીઓને નાસ્તો આપવામાં આવ્યો હતો અને ત્યાંથી પરત ફરતા સમગ્ર દાહોદ શહેરને જ્યાંથી પાણી પૂરું પાડવામાં આવે છે તે પાણીની ટાંકી બતાવી, ટેલિફોન એક્ષેચેન્જની ઓફીસ અને તેની સામે આવેલ શાક માર્કેટ બતાવી ફાયર સ્ટેશન લઈ ગયા હતા અને ત્યાં આગ લાગે તો ફાયર સ્ટેશનના કર્મચારીઓ આગ કેવી રીતે ઓલવે તેની વિસ્તૃત માહિતી આપી ગોવિંદ નગરવાળા રસ્તે પરત શાળાએ લાવવામાં આવ્યા હતા.
HomeDahod - દાહોદદાહોદની આર.પી. અગ્રવાલ પ્રાથમિક શાળાના આચાર્ય, શિક્ષક અને વિદ્યાર્થીઓએ દાહોદની સરકારી, અર્ધ...