પુલવામા આતંકી હુમલામાં શહીદ થયેલ CRPF ના 42 જવાનોને ફતેપુરા મામલતદાર કચેરી ખાતે 2 મિનિટ મૌન પાળી ભાવભીની શ્રદ્ધાંજલિ અર્પિત કરવામાં આવી

0
256

દેશના ૪૨ જવાનો શહીદ થયા તેઓને ભાવભીની શ્રદ્ધાંજલિ આપી બે મિનિટનું મૌન મામલતદાર ઓફિસ ફતેપુરા ખાતે પાળવામાં આવ્યું હતુ. જમ્મુ-કાશ્મીરના પુલવામાં C.E.P.F. ના 42 બહાદુર જવાનો શહીદ થઈ ગયા તેઓને ભાવભીની શ્રદ્ધાંજલિ આપી મૌન પાળી ફતેપુરા મામલતદાર કચેરી ખાતે રાખવામાં આવ્યું હતું તેમાં મામલતદાર અને તાલુકા વિકાસ અધિકારી તેમજ કચેરીના સ્ટાફ ગણ મામલતદાર કચેરી અર્થે કામકાજ માટે આવેલ પ્રજાજનો સૌએ ભેગા મળી દુઃખ પ્રગટ કરી ભાવભીની શ્રદ્ધાંજલિ અર્પિત કરી હતી અને બે મિનિટનું મૌન સેવી પ્રભુ પ્રાર્થના કરી હતી.

વધુમાં દાઉદી વ્હોરા સમાજ દ્વારા પણ મૌન રેલી નીકાળી શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી. દાઉદી વ્હોરા સમાજના બિરાદરો ફખરી મસ્જિદથી વિવિધ લખાણ વાળા બેનરો જેવા કે “શહીદો અમર રહો”, “ભારત માતા કી જય”, “વંદે માતરમ” ના બેનરો સાથે મૌન રેલી નિકળી ઝાલોદ રોડ થઈ હોળી ચકલા, પાછલા પ્લોટ થી બસ સ્ટેશન થઈ મામલતદાર કચેરીએ મામલતદાર સાહેબને આવેદન સુપ્રત કર્યું હતું.

આ આવેદન પત્રમાં જણાવવામાં આવ્યું હતું કે આ આતંકી હુમલામાં માર્યા ગયેલા શહીદો પ્રત્યે દુઃખ ની લાગણી વ્યક્ત કરીએ છીએ. તેમજ આતંકવાદીઓને નેસ્તો નાબૂદ કરવા ભારત સરકારને વિનંતી કરીએ છીએ અને ત્યારબાદ બે મિનિટનું મૌન પાળી શ્રધ્ધાંજલી અર્પી હતી. મામલતદાર સાહેબ દ્વારા આ આવેદન પત્ર વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીને પહોંચાડી આપવાની ખાત્રી આપું છું તેમ જણાવ્યું હતું.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here