દાહોદ જિલ્લાના મુખ્ય મથક દાહોદની નગર પાલિકાના ઠક્કરબાપા સભાગૃહમાં તા.૨૭/૦૫/૨૦૨૪ ને સોમવારના રોજ નારાયણ કાશી એકેડમી તરફથી દાહોદ જિલ્લાની સર્વે સ્કૂલના ધોરણ ૧૦ અને ૧૨ ના સારા પરિણામ ધરાવતા વિદ્યાર્થીઓ અને વિદ્યાર્થીનીઓને સ્ટુડન્ટ ઓફ ધી યર ના એવોર્ડ થી સન્માન કરવામાં આવ્યું. તથા સામાજિક ક્ષેત્રે કાર્યકર્તા લોકોને તથા પત્રકાર ક્ષેત્રે પત્રકારોને એવોર્ડ ઓફ એક્સલન્સથી નવાઝવામાં આવ્યા હતા
આ કાર્યક્રમમાં મુખ્ય મહેમાન તરીકે દાહોદ જિલ્લા મામલતદાર મનોજ મિશ્રા દાહોદના પ્રભારી ભરતભાઈ સોલંકીના હસ્તે દીપ પ્રગટાવી કાર્યક્રમની શરૂઆત કરવામાં આવી હતી. વધુ નગર પાલિકા ઉપપ્રમુખ શ્રદ્ધાબેન ભડંગ, નગરપાલિકા કાઉન્સિલર ફાતેમા કપૂર બીજેપીના તાલુકા ઉપપ્રમુખ નીલકંઠ ઠક્કર અને કાર્યક્રમના સ્પોન્સર અવંતિકા હોટલ, રાહુલ મોટર્સ, મિસ્ટર કેક, શિવ લકી ડેરી, સીએસસી સેન્ટર અને દાહોદ શહેરના સર્વે મીડિયા કર્મી મિત્રોના સહયોગથી આ કાર્યક્રમ સફળતાપૂર્વક પૂર્ણ થયો હતો.
આ કાર્યક્રમમાં ૧૨૦ થી વધારે વિદ્યાર્થી – વિદ્યાર્થીનીઓને એવોર્ડ આપવામાં આવ્યા હતા વધુમાં આ કાર્યક્રમમાં ડાન્સ માસ્ટર કુલદીપ ઉપાધ્યાય ના ડાન્સ ક્લાસના વિદ્યાર્થીઓ દ્વારા અદ્દભુત ડાન્સનું પણ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. અને ત્યારબાદ પત્રકાર જગતના માંધાતાઓને પણ એવોર્ડ ઓફ એક્સલન્સ થી નવાઝવામાં આવ્યા હતા. અને છેલ્લા ૪૦ ઉપરાંત વર્ષો થી કરાટેમાં યોગદાન આપનાર કરાટે કોચ હસમુખ રાજપૂત ને લાઇફ ટાઇમ એચિવમેન્ટ એવોર્ડ આપવામાં આવ્યો હતો. આ કાર્યક્રમ નીતિન બારી અને કુલદીપ ઉપાધ્યાયના નેતૃત્વમાં સફળતાપૂર્વક પૂર્ણ થયો હતો.