

આ સમગ્ર મળે દાહોદ એમ.એન્ડ પી. હાઇસ્કૂલ ખાતે પરીક્ષા બ્લોક સિવાયની બિલ્ડીંગ ખાતે આવેલ રૂમના ભાગે તાળું લગાવવામાં આવેલ જે ખોલવા માટે આચાર્યને જણાવતા તેઓએ રૂમની ચાવી ટ્રસ્ટી પાસે હોવાનું જણાવ્યું જે બાબતે ધ્વનિ સંદેશથી તરતી સાથે વાત કરતા તેઓએ પણ સંતોષ કારક જવાબ ના આપતા રૂમનું તાળું તોડાવીને અંદર પ્રવેશ કરતા જમણી બાજુમાં ઝેરોક્ષ મશીન, ગુજરાતી ભાષાની પાઠયપુસ્તકક્રમની ચોપડી અને કાપલી માટે મુકાયેલ કાગળો અને ગુલાબનું ફૂલ મળી આવેલ.
જેથી ગઈ કાલે મોડી રાત્રે ગાંધીનગર શિક્ષણ વિભાગનાના ઉચ્ચ અધિકારીઓની સૂચનાથી દાહોદ જિલ્લા શિક્ષણ અધિકારી નિનામાએ M & P હાઈસ્કૂલ કેન્દ્ર સંચાલક અને ખંડ નિરીક્ષક ડી.કે.પટેલ – આચાર્ય યુનિટ 1 તથા પી.એમ પટેલ – સુપરવાઈઝર યુનિટ 2 અને તથા સેક્રેટરી નજમુદ્દીન ગાંગરડીવાળા તરફે પણ રૂમની ચાવી બાબતે સંતોષ કારક જવાબ ન મળતા ગેરરીતી બાબત અને પરીક્ષા સબંધી જાહેરનામા અને ગુજરાત માધ્યમિક શિક્ષણ અધિનિયમ હેઠળ તેમજ ગુજરાત રાજ્ય માધ્યમિક શિક્ષણ વિનિયમો અન્વયે કલેક્ટરના જાહેરનામાનો ભંગ, ગુજરાત માધ્યમિકશિક્ષણ બોર્ડ અધિનિયમ 1972ની કલમ 43(2) ક, ખ, ગ, ધ નો ભંગ તથા ગુજરાત માધ્યમિક શિક્ષણ વિનિયમ 27(4)(ક) ના ભંગ તેમજ ધોરણ 10 ની બોર્ડની પરીક્ષા 2018 સ્થળ સંચાલકોની જવાબદારી અને ફરજોની સૂચના નંબર 1 ના ભંગ બદલ દાહોદ ટાઉન ખાતે મોડી રાત્રે જિલ્લા શિક્ષણ અધિકારીએ આ ત્રણ ઈસમો વિરુદ્ધ ફરિયાદ નોંધાવતા સમગ્ર જિલ્લામાં હાહાકાર મચી જવા પામ્યો છે.