દાહોદ જિલ્લાના મુખ્ય મથક દાહોદની કેન્દ્રીય વિદ્યાલયમાં શાળા ના પ્રાચાર્ય એનોષ સેમસન ના માર્ગદર્શન હેઠળ “એક પેડ માં કે નામ” અંતર્ગત વિદ્યાલયના પ્રાથમિક અને માધ્યમિક વિભાગના વિદ્યાર્થી – વિદ્યાર્થિનીઓ દ્વારા વૃક્ષારોપણ કરવામાં આવ્યું. અને તેમની સાથે અંદાજે ૩૦ થી ૩૫ વિદ્યાર્થિની માતાઓ પણ હાજર રહી હતી. દરેક વિદ્યાર્થી – વિદ્યાર્થિની પોતાની માતા સાથે આ કાર્યક્રમમાં ઉત્સાહભેર ભાગ લીધો હતો અને વિદ્યાલયના પ્રાચાર્યને વચન આપેલ કે અમે જ્યાં સુધી આ વિદ્યાલયમાં અભ્યાસ કરીશું ત્યાં સુધી જે વૃક્ષના રોપા વાવ્યા છે તેની સારસંભાળ અમે પોતે રાખીશું અને જ્યારે જરૂર જણાશે ત્યારે તેને પાણી પણ આપીશું અને દેખરેખ રાખીશું.
આ કાર્યક્રમમાં વિદ્યાલયના પ્રાચાર્ય એનોષ સેમસન, અર્ચના શર્મા મેડમ, બી.એસ. પરનામી સર, દિનેશ સર, કિરણ બારીયા સર, નરેશ ઠાકોર સર, PET પ્રિયા વર્મા મેડમ, સ્પોર્ટ્સ કોચ કેયુર પરમાર તથા સ્ટાફ અને વિદ્યાર્થી – વિદ્યાર્થીનીઓ હાજર રહ્યા હતા.
આ પ્રસંગે વિદ્યાલયના પ્રાચાર્ય એનોષ સેમસન એ કહ્યું કે નવી રાષ્ટ્રીય શિક્ષા નીતિ ( NEP ) ની ચતુર્થ અનીવર્સરી અંતર્ગત તા.૨૨/૦૭/૨૦૨૪ થી તા.૨૮/૦૭/૨૦૨૪ દરમિયાન શિક્ષા સપ્તાહ ચાલે છે, તેમાં દેશના લોકલાડીલા વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીએ આ શિક્ષા સપ્તાહમાં “એક પેડ માં કે નામ” અંતર્ગત દરેક વ્યક્તિએ એક વૃક્ષ પોતાની માતાના નામે વાવવું જોઈએ. તેને ધ્યાનમાં રાખી તા. ૨૭/૦૭/૨૦૨૪ ને શનિવારના રોજ વિદ્યાર્થીઓ દ્વારા વિદ્યાલયના પરિસરમાં વૃક્ષારોપણના કાર્યક્રમનુ આયોજન કરેલ.