THIS NEWS IS SPONSORED BY –– RAHUL HONDA
દાહોદની ઝાયડ્સ મેડિકલ કોલેજ અને હોસ્પિટલ ખાતે તા.૨૦/૦૨/૨૦૨૦ ને ગુરુવારના રોજ બાયોકેમીસ્ટ્રી ડિપાર્ટમેન્ટ દ્વારા સિકલસેલ ડાયગ્નોસિસ કન્વેન્સનલ ટુ મોલેક્યુલર ટેકનોલોજીના સંદર્ભમાં એક વર્કશોપનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં અતિથિ વિશેષ તરીકે ડો.આર.આર.પરમાર, જિલ્લા મુખ્ય તબીબી અધિકારી હાજર રહ્યા હતા અને ડો.પ્રતાપસિંહ ચૌહાણ, વાઇસ ચાન્સેલર એમ.જી.જી.યું., ગોધરા એ સંદેશા દ્વારા શુભેચ્છા પાઠવી હતી.
આ વર્કશોપમાં ડો.સુદામ કાટે, ડો.નિધિ જૈન હિમેટોલોજીસ્ટ અને ડો.નીરજ સોજીત્રા ટેકનીકલ એક્સપર્ટ દ્વારા સિકલસેલ અંગે તેમજ નિદાન વિશે વિસ્તૃત માહિતી આપવામાં આવી હતી. આ વર્કશોપના આયોજનનો મુખ્ય ઉદ્દેશ્ય નવી ટેકનોલોજી દ્વારા સિકલસેલના રોગનું નિદાન થઇ શકે છે તેની જાગૃતિ અંગેનો હતો. જે શૈક્ષણિક રીતે પણ ખૂબ જ ઉપયોગી છે. અત્યાર સુધી મોટા શહેરોમાં આ પ્રકારના વર્કશોપનું આયોજન કરવામાં આવે છે પરંતુ દાહોદ જેવા ટ્રાયબલ વિસ્તારમાં પહેલીવાર જ ઝાયડસ મેડિકલ કોલેજ એન્ડ હોસ્પિટલ દ્વારા આ વર્કશોપનું આયોજન સફળ આયોજન કરવામાં આવ્યું હતું