THIS NEWS IS SPONSORED BY –– RAHUL HONDA

સમગ્ર વિશ્વમાં જ્યારે કોરોના મહામારીએ હાહાકાર મચાવી દીધો છે અને અનેક લોકોને મોતનો કોળિયો બનાવી આ મહામારી ગળી ગઈ છે. ત્યારે ભારત દેશમાં સૌ પ્રથમ કોરોનાની વેક્સિન નિર્માણ થયું અને સૌ પ્રથમ આ કોરોના વેક્સિન દેશના કોરોના વોરિયર્સ તરીકે ફરજ બજાવતા દરેક આરોગ્ય કર્મચારીઓને મુકવામાં આવી.
THIS NEWS IS POWERED BY –– SHRI KRISHNA SWEETS

ત્યારે દાહોદ જીલ્લામાં પણ ગુજરાત રાજ્યના ગૃહ મંત્રી પ્રદીપસિંહ જાડેજાની ઉપસ્થિતિમાં સૌ પ્રથમ દાહોદના ઝાયડસ હોસ્પીટલ ખાતે કોરોના વોર્ડમાં ફરજ બજાવતા ડો. મોહિત દેસાઈને આ વેક્સિન મૂકવામાં આવી અને ત્યારબાદ અન્ય કર્મચારીઓને પણ વેક્સિન મૂકવામાં આવી રહી છે. અને તે કારગર સાબિત થઈ રહી છે અને તેની કોઈપણ પ્રકારની આડઅસર નથી જોવા મળી રહી. ત્યારે ગત રોજ ઝાયડસ મેડિકલ કોલેજ અને હોસ્પિટલના એડમીનિસ્ટ્રેશન ડિપાર્ટમેન્ટના વિશાલભાઈ પટેલને પણ આ વેક્સિન મુકવામાં આવી. અને આ વેક્સિન મુકવાની પ્રક્રિયા ચાલુ છે ત્યારે અન્ય તાલુકાઓમાં પણ આ વેક્સિન અન્ય કોરોના વોરિયર્સ કર્મચારીઓને મુકવામાં આવી રહી છે. જેનાથી હવે લોકોમાં કોરોનાનો ભય ઓછો થતો જોવાયો છે. અને ધીરે ધીરે કર્મચારીઓને આ વેક્સિન મુકાયા પછી કોરોના વેક્સિન કારગર થતી હોઈ તેવું જણાઈ રહ્યું છે.


