દાહોદ જિલ્લાના દાહોદ તાલુકાના મુખ્ય મથક દાહોદની ઝાયડસ મેડિકલ કોલેજ એન્ડ હોસ્પિટલમાં 111 માં આંતરરાષ્ટ્રિય મહિલા દિનની ખુબ ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી હતી
આજે તા.૦૮/૦૩/૨૦૨૨ ને મંગળવારના રોજ દાહોદ જિલ્લાના દાહોદ શહેર ખાતે આવેલ ઝાયડસ હોસ્પિટલ હોસ્પિટલ ખાતે આંતરરાષ્ટ્રીય મહિલા દિવસની ઉજવણી ખૂબ જ ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી હતી. આ કાર્યક્રમની શરૂઆતમાં મંચ પર બિરાજેલ મહેમાનોનું સ્વાગત કરવામાં આવ્યું ત્યારે બાદ ડીડીઓ નેહા કુમારી તથા સ્ટાફની બહેનો ભેગા મળી ને કેક કાપી વિશ્વ મહિલા દિવસની ઉજવણી કરી હતી. ઝાયડસ મેડિકલ કોલેજ અને હોસ્પિટલના CEO ડો. સંજય કુમારએ આમંત્રિત અતિથિ વિશેષ દાહોદના DDO નેહા કુમારીનો સંક્ષિપ્ત માં પરિચય આપ્યો, ત્યારબાદ તેઓએ ઝાયડસ મેડિકલ કોલેજ અને હોસ્પિટલના તમામ મહિલા સ્ટાફને તેઓએ મહિલા દિવસ નિમિત્તે શુભેચ્છાઓ પાઠવી અને તેમના કાર્યની સરાહના કરી.
આ કાર્યક્રમમાં અતિથિ વિશેષ નેહા કુમારી ખુબ જ સરસ રીતે મહિલા દિવસને ઉજવવા માટે સ્ત્રીઓને પુરુષ સમોવડી ગણાવી તેમજ આ કાર્યક્રમમાં ઉપસ્થિત ઝાયડસ મેડિકલ કોલેજ એન્ડ હોસ્પિટલના સ્ટાફ ની મહિલાઓ ને ખુબ જ સરસ માર્ગદર્શન આપ્યું હતું. આ કાર્યક્રમમાં ઝાયડસ મેડિકલ કોલેજ એન્ડ હોસ્પિટલમાં CEO ડો.સંજય કુમાર, મેડિકલ સુપ્રિટેન્ડેન્ટ ડો.ભરતભાઈ હઠીલા, કોલેજ ના ડીન ડો.ત્રિપાઠી,
એમ.ડી. પ્રકાશ પટેલ, હેતલ રાવ, એડમીન વિશાલ પટેલ, ડો. મોહિત દેસાઈ, હોસ્પિટલના મેટ્રન જયમીનીબેન જોશી તથા મહિલા કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા અને કાર્યક્રમની આભાર વિધિ ડીન ડો. ત્રિપાઠી એ કરી હતી.