Thursday, January 2, 2025
Google search engine
HomeDahod - દાહોદદાહોદની ઝાયડસ મેડિકલ કોલેજ અને હોસ્પિટલ ખાતે ઝાલોદની ૮ વર્ષીય બાળકીની કિડનીની...

દાહોદની ઝાયડસ મેડિકલ કોલેજ અને હોસ્પિટલ ખાતે ઝાલોદની ૮ વર્ષીય બાળકીની કિડનીની ગાંઠનું ઓપરેશન સફળતાપૂર્વક કરવામાં આવ્યું

તા.૧૦/૦૩/૨૦૨૩ ને શુક્રવારના રોજ ઝાયડસ મેડીકલ કોલેજ એન્ડ હોસ્પિટલ, દાહોદ ખાતે ૦૮ વર્ષીય બાળકીને રહેવાસી ઝાલોદના દર્દી જેઓને નાનપણથી પેટમાં ગાંઠ હતી. જે ઉમર વધતા વધી ગઈ. જેના માટે તેમને અલગ અલગ હોસ્પિટલમાં બતાવ્યું હતું, છેલ્લે ઝાયડસ હોસ્પિટલ, દાહોદ ખાતે બતાવવામાં આવ્યું હતું, જ્યાં બધી તપાસ કરતા દર્દીના રીપોર્ટ કરતા તેમને પેટમાં જમણી બાજુ કિડનીની મોટી જટિલ ગાંઠ હોવાનું જણાયું. જે ભાગ્યેજ જોવા મળે છે. અને જેનું ઓપરેશન ખુબજ જટિલ હોય છે. તેમ છતા ઝાયડસ હોસ્પિટલ, દાહોદમાં આ દર્દીનું સફળ ઓપરેશન કરવામાં આવ્યું. ઓપરેશન કરીને દર્દીના પેટમાંથી અંદાજીત ૨૦×૧૫ CM અને 2 Kg જેટલી ગાંઠ કીડનીમાંથી કાઢવામાં આવી. આ ગાંઠ શરીરની મુખ્ય નસોના આસપાસ હોય બહુ જોખમી હોવા છતા સફળતાપૂર્વક ઓપરેશન પાર પાડવામાં આવ્યું જેની રીપોર્ટ કરતા તે Kidney teratoma – dermoid છે. તેમ જણાયું અને આ સફળ ઓપરેશન સર્જન નિષ્ણાતો ડો.મધુકર વાઘ, ડો.કમલેશ ગોહિલ, ડો.રાહુલ પરમાર, ડો.સારવ, ડો.સુષ્મા રેડ્ડી તેમજ એનેસ્થેસિયામાં ડો.આનંદ દરજી તથા તેમની ટીમ વડે આ સફળ ઓપરેશન કરવામાં આવ્યું.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments