THIS NEWS IS SPONSORED BY –– RAHUL HONDA

દાહોદ જિલ્લાનાં મુખ્ય મથક દાહોદના ઝાયડસ હોસ્પિટલ ખાતે દર્દી નામે ધનીબેન હઠીલા ઉ.૫૬ વર્ષ ને ૩ મહિના પહેલા પડી જવાના કારણે ઘુટણના ભાગે ગંભીર ઈજાઓ થતા ઝાયડસ હોસ્પિટલ ખાતે તા.૧૧/૧૧/૨૦૨૫ ના રોજ દાખલ કરવામાં આવેલ. ત્યાર બાદ જેઓનું તા.૧૭/૧૧/૨૦૨૫ ના રોજ ઝાયડસ હોસ્પિટલ ખાતે PM-JAY યોજના હેઠળ અત્રેની સંસ્થાના સી.ઈ.ઓ.(પ્રો.) ડો.સંજય કુમારના માર્ગદર્શન હેઠળ હાડકા વિભાગના તથા એનેસ્થેસિયા વિભાગના નિષ્ણાત તબીબો તથા કર્મચારીગણ મારફતે યોગ્ય સારવાર આપી જટિલ Revision Total Knee Replacement (PCK FREEDOM TKR) નું ઓપરેશન સફળતાપૂર્વક કરવામાં આવ્યું.
આમ સરકાર ની PM-JAY યોજના હેઠળ અત્રેના જીલ્લાના તથા નજીકના જીલ્લાના અને મધ્ય પ્રદેશ તથા રાજસ્થાનના દર્દીઓને નાણાકીય તથા અન્ય ભોગવવી પડતી મુશ્કેલીઓ દુર થયેલ છે.


