દાહોદ અનાજ મહાજન સાર્વજનિક એજ્યુકેશન સોસાયટી સંચાલિત, નવજીવન આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજ,દાહોદ ખાતે NSS, NCC, અને IQAC વિભાગ તેમજ રાષ્ટ્રીય તમાકુ નિયંત્રણ સેલ આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ જિલ્લા પંચાયત દાહોદના સંયુક્ત ઉપક્રમે’ રાષ્ટ્રીય તમાકુ નિયંત્રણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું.
આજે તા.૧૦/૦૧/૨૦૨૫ ને શુક્રવારના રોજ રાષ્ટ્રીય તમાકુ નિયંત્રણ કાર્યક્રમ અને નેશનલ ઓરલ હેલ્થના સયુંકત ઉપક્રમે આરોગ્યલક્ષી કાર્યક્રમ કરવામાં આવ્યો. પ્રોગ્રામના અધ્યક્ષ તરીકે કોલેજના પ્રિન્સિપાલ ડૉ.બી.આર. બોદરએ પ્રાસંગિક ઉદ્બોધન કરતા વિદ્યાર્થીઓનો ઉત્સાહ વધાર્યો હતો. આ કાર્યક્રમમાં શૈલેષ રાઠોડએ PPT દ્વારા વિદ્યાર્થીઓને તમાકુના વ્યસન દ્વારા થતા નુકસાન અંગે અને COTPA-2003 ના કાયદા વિશે માર્ગદર્શન આપ્યું હતું. આ કાર્યક્રમમાં ડૉ.નિશા ગર્ગ (ડેન્ટલ સર્જન) સામૂહિક આરોગ્ય કેન્દ્ર લીમડી દ્વારા કોલેજના વિદ્યાર્થીઓ અને અધ્યાપકોનું ઓરલ હેલ્થ ચેકઅપ કરી ઓરલ હેલ્થ અંગે માર્ગદર્શન પૂરું પાડ્યું હતું.
આ પ્રોગ્રામમાં 350 થી વધારે વિદ્યાર્થીઓએ ઉત્સાહ પૂર્વક ભાગ લીધો હતો. આ સમગ્ર પ્રોગ્રામનું આયોજન NSS ના પ્રોગ્રામ ઓફિસર ડૉ.વિનય પટેલ, ડૉ. કોમલ ગાવિત, NCC નાં ઓફિસર ડૉ.લાલજી પરમાર અને IQAC ના કોર્ડીનેટર પ્રોફે.અનુરાધા શર્મા મેડમે કર્યું હતું. સમગ્ર કાર્યક્રમનું સંચાલન પ્રોફે.અનુરાધા શર્મા મેડમે કર્યું હતું.