Thursday, January 23, 2025
Google search engine
HomeDahod - દાહોદદાહોદની નવજીવન આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજમાં મેદાનમાં કોંગ્રેસના રાષ્ટ્રીય નેતા રાહુલ ગાંધી...

દાહોદની નવજીવન આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજમાં મેદાનમાં કોંગ્રેસના રાષ્ટ્રીય નેતા રાહુલ ગાંધી “આદિવાસી સત્યાગ્રહ” રેલીને સંબોધન કરશે

THIS NEWS IS SPONSORED BY –– RAHUL HONDA 

આદિવાસી સત્યાગ્રહ રેલીને દાહોદ ખાતે નવજીવન આર્ટસ એન્ડ કોમર્સ કોલેજના ઐતિહાસિક મેદાન પર કોંગ્રેસ પાર્ટીના રાષ્ટ્રીય નેતા રાહુલ ગાંધી તા.૧૦મી મે ના રોજ સવારે ૧૦:૦૦ કલાકે સંબોધન કરશે.

દાહોદ ખાતે નરેન્દ્ર મોદીની મહા સભા પછી કોંગ્રેસ પક્ષ દ્વારા “આદિવાસી સત્યાગ્રહ” રેલીનું આયોજન કરેલ છે. જે સંદર્ભે દાહોદ ખાતે તા.૧૦/૦૫/૨૦૨૨ ને મંગળવારના રોજ કોંગ્રેસના રાષ્ટ્રીય નેતા રાહુલ ગાંધી આવવાના હોઈ આજે તા.૦૮/૦૫/૨૦૨૨ ને રવિવારના રોજ દાહોદ કોંગ્રેસ કાર્યાલય ખાતે એક પ્રેસ કોન્ફરન્સ રાખવામાં આવી હતી. આ પ્રેસ કોન્ફરન્સમાં પ્રદેશ કોંગ્રેસ ગુજરાતના પ્રભારી ડો. રધુ શર્મા,  ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખ જગદીશ ઠાકોર, ભરતસિંહ સોલંકી, અર્જુન મોઢવાડિયા અને નારણ રાઠવા અને કાર્યકર્તાઓ હાજર રહ્યા હતા.

આ પ્રેસ કોન્દ્રંસ્માં ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખ જગદીશ ઠાકોરે જણાવ્યું હતું કે, આદિવાસી સમાજને ભાઈ – બહેનોને તેમના બંધારણીય હક્ક અને અધિકાર મળે તે માટે કોંગ્રેસ પાર્ટી લડત આપી રહ્યો છે. ત્યારે આદિવાસી સમાજના ભાઈ – બહેનોના હક્ક અને અિધકાર માટે તા. ૧૦મી મે ના રોજ દાહોદ ખાતે સવારે ૧૦ કલાકે ‘આદિવાસી સત્યાગ્રહ’ રેલીમાં બહુ મોટી સંખ્યામાં જોડાવવા કૉંગ્રેસ પાર્ટી દ્વારા અપીલ કરીને નિમંત્રણ આપે છે. આવો સાથે મળીને આદિવાસી સમાજના ભાઈ – બહેનોના હક્ક – અધિકારને પુનઃ સ્થાપિત કરીએ.

વધુમાં ભારત દેશના બંધારણે આદિવાસી ભાઈ – બહેનોને આપેલા વિશેષ અધિકાર છીનવવાનું કામ ભાજપ સરકાર કરી રહી છે. આદિવાસી સમાજના ભાઈ – બહેનોને તેમના બંધારણીય હક્ક અને અધિકાર મળે તે માટે કોંગ્રેસ પાર્ટી સતત સંસદ, ધારાસભા અને સડક પર લડત આપી રહ્યો છે. ગુજરાતમાં ભાજપાની સરકાર આદિવાસી સમાજની ઓળખ અને તેની સંસ્કૃતિને મોટા પાયે નુકસાન કરી રહી છે. તા. ૧૦મી મેના રોજ કૉંગ્રેસ પાર્ટી નાં રાષ્ટ્રીય નેતા રાહુલ ગાંધી કૉંગ્રેસ પાર્ટીના તમામ ધારાસભ્યો સાથે બપોરે ૨-૦૦ કલાકે બેઠક કરશે. ત્યારબાદ કૉંગ્રેસ પાર્ટીનાં રાષ્ટ્રીય નેતા રાહુલ ગાંધી આદિવાસી વિસ્તારનાં તમામ આગેવાનો સાથે પણ વિશેષ સંવાદ બેઠક યોજશે. અને સ્થાનિક પરિસ્થિતી વિષે વાર્તાલાપ કરશે. ‘આદિવાસી સત્યાગ્રહ’ રેલીને દાહોદ ખાતે રાહુલ ગાંધી કાર્યકરોને માર્ગદર્શન આપી આગામી સમયની અંદર વધુ મજબુતીથી આદિવાસી સમાજના પ્રશ્નો માટે લડતના કાર્યક્રમો ખુલ્લા મુકશે. અને ‘આદિવાસી સત્યાગ્રહ’ રેલીમાં આદિવાસી સમાજના સળગતા પ્રશ્નો, આદિવાસી અસ્મિતા, સંસ્કૃતિ માટે લડતનો નિર્ધાર જાહેર કરાશે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments