THIS NEWS IS SPONSORED BY –– RAHUL HONDA
દાહોદ જિલ્લાના મુખ્ય મથક દાહોદમાં આજે તા. ૨૩/૦૮/૨૦૧૯ ના રોજ દાહોદ અનાજ મહાજન સાર્વજનિક એજ્યુકેશન સોસાયટી સંચાલિત નવજીવન સાયન્સ કોલેજ, દાહોદના વિદ્યાર્થી સંઘ અંતર્ગત જન્માષ્ટમી પર્વનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં કોલેજના વિદ્યાર્થી – વિદ્યાર્થીનીઓ અને સ્ટાફ સભ્યોએ મોટી સંખ્યામાં હાજરી આપી હતી અને વિદ્યાર્થી ભાઇઓ તેમજ બહેનો દ્વારા પિરામિડ બનાવી મટકી ફોડનો કાર્યક્રમ કરી અને ત્યારબાદ ગરબા કરી જન્માષ્ટમી પર્વની ધૂમધામથી ઉજવણી કરી હતી.