શ્રી ગોવિંદ ગુરુ યુનિવર્સિટી, ગોધરા સંલગ્ન અને દાહોદ અનાજ મહાજન સાર્વજનિક એજયુકેશન સોસાયટી સંચાલિત નવજીવન સાયન્સ કોલેજ દાહોદના એન.એસ.એસ વિભાગની ચાલી રહેલી સપ્ત દિવસીય સ્વછતા – જનજાગૃતિ ગ્રામ શિબિરનો સમાપન સમારોહ તા.૧૫/૦૨/૨૦૨૦ને શનિવારના રોજ ઉ.બુ.આશ્રમ શાળા, નગરાળા મુકામે કરવામાં આવેલ હતો. શિબિરના સમાપન સમારોહમાં સમારોહના અધ્યક્ષ તરીકે દાહોદ લાયન્સ ક્લબના પ્રમુખ ફિરોઝભાઇ લેનવાલા તેમજ ઉપાધ્યક્ષ તરીકે લાયન્સ કલબના પૂર્વ પ્રમુખ જયકિશનભાઇ જેઠવાણી ઉપસ્થિત રહ્યા હતા. સમારોહના અતિથિ વિશેષ તરીકે ગુર્જર ભારતી બી.એડ. કોલેજના આચાર્ય ડૉ.પંચાલ અને ઉ.બુ.આ.શાળા નગરાળાના આચાર્ય કમલેશભાઇ સુથાર એ હાજરી આપી હતી.
આ કાર્યક્રમમાં કોલેજના સ્ટાફ સભ્યો અને N.S.S. ના સ્વયંસેવકો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા. આ સપ્ત દિવસીય શિબિર દરમિયાન જનજાગૃતિ અને સ્વચ્છતાના કાર્યો તેમજ વિવિધ વિષયો જેવાકે થેલિસીમિયા, એડોલેસન્ટ, HIV / AIDS, TB જેવા રોગો પર માર્ગદર્શન અને યુથ પોલિસી, સ્માર્ટ સિટી જેવા કાર્યક્રમોનું આયોજન કારવામાં આવ્યું હતું. સમગ્ર કાર્યક્રમનું આયોજન N.S.S. પ્રોગ્રામ ઓફિસર ડો.એસ.એ. પટેલના માર્ગદર્શન હેઠળ સ્વયંસેવકો દ્ધારા કરવામાં આવ્યું હતું .