ગુજરાત માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા માર્ચ – ૨૦૧૭માં લેવાયેલ ધોરણ.-૧૦ની પરીક્ષાનું તારીખ ૨૯/૦૫/૨૦૧૭ સોમવારના રોજ સત્તાવાર પરિણામ જાહેર કરી દીધું છે. રાજ્યનું કુલ પરિણામ 68.24 ટકા આવ્યું છે. જ્યારે દાહોદ જિલ્લાનું કુલ પરિણામ 56 ટકા જેટલું આવ્યું છે. તેમાં પણ દાહોદની સેંટ સ્ટીફન્સ હાઈસ્કૂલ ના ૪ વિદ્યાર્થીઓ પ્રથમ ૩ ક્રમ માં આવ્યા છે. ૧) જૈસ્વાલ ઓમ મહેન્દ્રકુમાર કે જેને ૬૦૦ માંથી ૫૫૧ ગુણ સાથે ૯૯.૭૩ પરસન્ટાઇલ સાથે પ્રથમ ક્રમ, ૨) લાલપુરીયા ક્રિષ્ના ચેતનકુમાર અને સકશેના અરુણ અશોકકુમાર આ બંને વિદ્યાર્થીઓ કે જેમને ૬૦૦ માંથી ૫૪૫ ગુણ સાથે ૯૯.૬૧ પરસન્ટાઇલ મેળવી દ્વિતીય ક્રમ મેળવ્યો છે. ૩) જ્યારે તૃતીય ક્રમે શાહ અંશ નિલેશકુમારે ૬૦૦ માંથી ૫૩૩ ગુણ મેળવી ૯૯.૨૬ પરસન્ટાઈલ મેળવી દાહોદ અને શાળાનું ગૌરવ વધાર્યું હતું તે બદલ શાળા પરિવાર અને મેનેજમેન્ટ દ્વારા બાળકોને અભિનંદન પાઠવ્યા હતા.
દાહોદની સેંટ સ્ટીફન્સ સ્કૂલમાં ધોરણ -૧૦ની પરીક્ષામાં પ્રથમ ૩ ક્રમમાં ૩ છોકરા અને ૧ છોકરીએ બાજી મારી
RELATED ARTICLES