THIS NEWS IS SPONSORED BY –– RAHUL HONDA
દાહોદ જિલ્લામાં દિવસે ને દિવસે કોરોના મહામારીના કેસોના વધતા જતા કેસોને ધ્યાનમાં લઈને દાહોદ જિલ્લામાં વહીવટી તંત્ર અને આરોગ્ય તંત્ર દ્વારા કોરોના મહામારીને કેવી રીતે કાબુમાં લેવી તેના માટે અનેક વિધ પગલાં ભરતા સમગ્ર દાહોદ શહેર અને જિલ્લામાં લોકડાઉન જેવી પરિસ્થિતિ પણ જાહેર કરવામાં આવી છે. પરંતુ કોરોના મહામારી પોતાનું પ્રભુત્વ દિવસે ને દિવસે વધારતુ જ જાય છે, આજે તા.૨૬/૦૭/૨૦૨૦ ને રવિવારના રોજ દાહોદ જિલ્લા અને શહેરમાં કુલ ૩૦ વ્યક્તિઓને કોરોના મહામારીના પંજામાં સપડાઈ ગયા છે. આ સાથે કુલ ૩૦ લોકો આ કોરોના રૂપી અજગરના મોઢામાં આવી જતાં સમગ્ર પંથકમાં હાહાકાર મચી જવા પામ્યો છે. અને લોકોમાં લોકલ ટ્રાન્સમિશન વધતાં કેસોની સંખ્યામાં પણ વધારો થઈ રહ્યો છે. અને આજે સમગ્ર દાહોદ શહેરમાં ભયનું વાતાવરણ સર્જન પામી રહ્યું છે. ગત ૨૪ કલાકમાં આરોગ્ય વિભાગ દ્વારા કુલ ૧૬૭ જેટલા અલગ અલગ જગ્યાએથી સેમ્પલ એકત્ર કરી તપાસ અર્થે મોકલવામાં આવ્યા હતા. જેનો રિપોર્ટ આજે આવતા કુલ ૧૬૭ સેમ્પલ પૈકી ૧૩૭ લોકોના રિપોર્ટ નેગેટિવ આવ્યા હતા અને કુલ ૩૦ લોકોના રિપોર્ટ પોઝીટીવ આવ્યા હતા.
આજ રોજ તા.૨૬/૦૭/૨૦૨૦ ને રવિવારના રોજ દાહોદ જિલ્લામાં કોરોના પોઝીટીવ કેસની ફરીથી હારમાળા સર્જાવવા લાગી છે. અને કુલ ૩૦ વ્યક્તિઓને કોરોનાએ સકંજામાં લઈ લીધેલ છે. જે વ્યક્તિઓ કોરોના પોઝીટીવ આવ્યા તેઓના નામ (૧) પૂજાબેન કુણાલભાઈ દોશી, ઉ.વ. ૩૦ વર્ષ, રહે. ઉકરડી રોડ, દાહોદ, (૨) સંજીવભાઈ ઇન્દ્રવદનભાઈ દેસાઈ, ઉ.વ. ૫૪ વર્ષ, રહે. દેસાઇવાડા, દાહોદ, (૩) નિકુંજકુમાર રમણલાલ દેવડા, ઉ.વ. ૪૭ વર્ષ, રહે. પ્રસારણ નગર, દાહોદ, (૪) બતુલ અસગરી કથીરીયા ઉ.વ. ૩૯ વર્ષ, રહે. હુસેની મહોલ્લા, દાહોદ, (૫) સુધાબેન સુર્યકાન્તભાઈ દોશી, ઉ.વ. ૬૦ વર્ષ, રહે. હરસોલાવાડ, દાહોદ, (૬) ભવ્યા રાહુલભાઈ દોશી, ઉ.વ. ૭ વર્ષ, રહે. હરસોલાવાડ, દાહોદ, (૭) રથ રાહુલભાઈ દોશી, ઉ.વ. ૬ વર્ષ, રહે. હરસોલાવાડ, દાહોદ, (૮) નેહાબેન રાહુલભાઈ દોશી, ઉ.વ. ૩૫ વર્ષ, રહે. હસોલાવળ, દાહોદ, (૯) કાયમ ફકરુદ્દીન ચુણાવાલા, ઉ.વ. ૬૪ વર્ષ, રહે. ગોધરા રોડ, દાહોદ, (૧૦) અનિષ યુસુફભાઈ દોશી, ઉ.વ. ૪૭ વર્ષ, રહે. છાપરી, દાહોદ, (૧૧) જયેશકુમાર બીપીનચંદ્ર દેસાઈ, ઉ.વ. ૫૭ વર્ષ, રહે. દેસાઇવાડા, દાહોદ, (૧૨) રેશ્માબેન જયેશકુમાર દેસાઈ, ઉ.વ. ૪૮ વર્ષ, રહે. દેસાઇવાડા, દાહોદ, (૧૩) સહેજાદઅલી રહેમતઅલી સૈયદ, ઉ.વ. ૬૬ વર્ષ, રહે. ગોધરા રોડ, દાહોદ, (૧૪) શબ્બીરભાઈ સૈફુદ્દીન સાકીર, ઉ.વ. ૭૦ વર્ષ, રહે. દાહોદ, (૧૫) સર્વેશ રમેશચંદ્ર સોની, ઉ.વ. ૪૦ વર્ષ, રહે. દાહોદ, (૧૬) જીતેન્દ્ર છીતું ભુરિયા, ઉ.વ. ૬૬ વર્ષ, રહે. ઝાલોદ રોડ, દાહોદ, (૧૭) વિજયભાઈ શંભુભાઈ દેવડા, ઉ.વ. ૬૫ વર્ષ, રહે. મોટા ડબગરવાડ, દાહોદ, (૧૮) સૂચિત્રાબેન વિનોદચંદ્ર ચૌહાણ, ઉ.વ. ૬૦ વર્ષ, રહે. એમ.જી. રોડ, દાહોદ, (૧૯) બાનુંબેન અઝીઝભાઈ દાહોદવાલા, ઉ.વ. ૭૭ વર્ષ, રહે. દાહોદ, (૨૦) અઝીઝભાઈ હુસેનભાઈ, દાહોદવાલા, ઉ.વ. ૭૮ વર્ષ, રહે. દાહોદ, (૨૧) મહંમદ રોશનભાઈ ગાંગરડીવાલા, ઉ.વ. ૫૨ વર્ષ, રહે. બુરહાની સોસાયટી, દાહોદ, (૨૨) અબ્બાસભાઈ હાતીમભાઈ ભાટીયા, ઉ.વ. ૫૮ વર્ષ, રહે. હુસેની મસ્જિદ, દાહોદ, (૨૩) કૈલાશબેન સંજયભાઈ બારીયા, ઉ.વ. ૬૧ વર્ષ, રહે. સ્ટેશન રોડ, દાહોદ, (૨૪) સુનિતાબેન સુનિલકુમાર દોશી, ઉ.વ. ૪૯ વર્ષ, રહે. ગોવિંદ નગર, દાહોદ, (૨૫) વીરેન્દ્ર કંચનલાલ દોશી, ઉ.વ. ૫૪ વર્ષ, રહે. ગોવિંદ નગર, દાહોદ, (૨૬) મોરલીબેન ધાર્મિકભાઈ પટેલ, ઉ.વ. ૩૨ વર્ષ, રહે. કારઠ રોડ, લીમડી, તા. ઝાલોદ, જી. દાહોદ, (૨૭) રેખાબેન કાતાંભાઈ નિનામા, ઉ.વ. ૨૩ વર્ષ, રહે. કાળી મહુડી, તા. ઝાલોદ, જી. દાહોદ, (૨૮) રમેશ રૂપસિંગ તડવી, ઉ.વ. ૩૯ વર્ષ, રહે. ગણાવા ફળિયું, ચેડિયા, તા. ઝાલોદ, જી. દાહોદ, (૨૯) પંકજભાઈ નટવરભાઈ પંચાલ, ઉ.વ. ૨૮ વર્ષ, રહે. ફતેપુરા, જી. દાહોદ, અને એક વ્યક્તિ મધ્યપ્રદેશના રતલામના વ્યક્તિ (૩૦) રિજવાન અશરફભાઈ ભાટી, ઉ.વ. ૩૬ વર્ષ નાઓમાં કોરોનાના લક્ષણો દેખાતા તરત જ ઝાયડસ હોસ્પિટલમાં આઇસોલેશન વોર્ડમાં દાખલ કરવાની તજવીજ હાથ ધરાઈ છે. અને જે તે વિસ્તારને કન્ટેઇનમેન્ટ ઝોન જાહેર કરી તે વિસ્તારમાં સેનેટાઇઝ કરવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે. અને આ ૩૦ કોરોના પોઝીટીવ વ્યક્તિઓ કોના કોના સંપર્કમાં આવેલ અને તેમની વધુ ટ્રાવેલ હિસ્ટ્રીની તપાસમાંં વહીવટી તંત્ર અને આરોગ્ય વિભાગની ટીમ લાગી ગઈ. અને તેમના સંપર્કમાં આવેલ તમામ લોકોને ક્વોરાન્ટાઈન કરવાનું વહીવટી તંત્ર અને આરોગ્યની ટીમ દ્વારા શરૂ કરી દેવામાં આવ્યું છે.
THIS NEWS IS POWERED BY –– PHONE WALE
દાહોદ જિલ્લાના મુખ્ય મથક દાહોદ તાલુકામાં – ૨૫, ઝાલોદ તાલુકામાં – ૦૩, ફતેપુરા તાલુકામાં – ૦૧ અને મધ્યપ્રદેશ રાજ્યના રાતલમના – ૦૧ વ્યક્તિ મળીને કુલ – ૩૦ વ્યક્તિઓ પોઝીટીવ આવતા કુલ કોરોના પોઝીટીવની સંખ્યા – ૪૨૪ થઈ છે. થોડી વાર પહેલા મળેલી માહિતીને આધારે સરકારી ગાઈડ લાઇન પ્રમાણે આજ રોજ કુલ – ૦૯ દર્દીઓ સાજા થતા કુલ – ૧૫૭ લોકો સાજા થઈ ઘરે પરત ગયેલ છે. કુલ એક્ટિવ કેસની સંખ્યા – ૨૪૦ થઈ ગઈ છે. અને જિલ્લામાં મૃત્યુનો કુલ આંકડો – ૦૫ અને અન્ય બીમારીને કારણે મૃત્યુ થયું હોય તેવા – ૨૨ લોકો મળી કુલ મૃત્યુ આંક – ૨૭ ઉપર પહોંચી ગયો છે.