Tuesday, March 19, 2024
Google search engine
HomeSanjeli - સંજેલીવરસાદ ખેંચાતા નાની સંજેલી ગામની બહેનોનો ધાડ પાડવાનો અનોખો ટુચકો કર્યા

વરસાદ ખેંચાતા નાની સંજેલી ગામની બહેનોનો ધાડ પાડવાનો અનોખો ટુચકો કર્યા

દાહોદ જિલ્લામાં છેલ્લા કેટલાક દિવસથી વરસાદ ખેંચાતા લોકોને ભારે ચિંતા ઉભી થઈ છે ત્યારે જગતનો તાત ગણાતા ખેડૂતોની મહત્વની ભૂમિકા હોય છે જો વરસાદ વધુ ખેંચાયતો લોકોને દુષ્કાળનો સામનો કરવો પડે ત્યારે આદિવાસી વિસ્તારોમાં ગામડાની વર્ષો જૂની પરંપરા મુજબ મેઘરાજાને મનવા માટે આદિવાસી મહિલાઓ પુરુષનો વેષ ધારણ કરીને એક ગામ થી બીજા ગામમાં જઈને ગાય, વાછરડા, ઘેટાં, બકરા ધાડ પાડીને લઇ આવતા હોય છે અને પોતાના ગામમાં આવી માતાના મંદિરે દેશી ભાષામાં મેઘરાજાને રિઝવવા માટે અનોખા ગીતો, ભજનો ગાઈને પૂજા કરતા હોય છે અને મેઘરાજાને વિનંતી કરવામાં આવે છે કે જો તમે નહી આવો તો આ મૂંગાં પશુઓ ભૂખે મરી જશે માટે દયા કરો જેવી પ્રાર્થના કરતા હોય છે અને આજે પણ પરંપરા મુજબ આદિવસી ખેડૂત સમાજમાં બહેનો આવા ટુચકા કરે છે, અને આખરે મેઘરાજાને આવું પડે છે. સંજેલી નજીકના નાની સંજેલી ગામે માતાના મંદિરે આ આવો ટુચકો કરવામાં આવ્યો હતો. આજે શનિવારના રોજ સવારે ભમેળાથી મૂંગાં પશુઓ લાવીને પુજા કરી હતી.

VERSION > > પારશીંગ ભાઈ ડામોર > > સરપંચ > > નાની સંજેલી > > મેઘરાજાને મનાવવા માટે ગામડાના રીત રિવાજ મુજબ આજે અમારા ગામની બહેનોએ પુરૂષનો વેશ ધારણ કરી ધાડનો ટુચકો કરી ડામોર ફળિયામાં આવેલ માતાના મંદિરે પૂજા કરી હતી, જેમાં નાની છોકરીયો પણ જોડાઈ હતી અને આજે બપોરે વરસાદનું ઝાપટું થતા અમારી પ્રાર્થના ફળી છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments