Sunday, March 16, 2025
Google search engine
HomeDahod - દાહોદદાહોદમાં ખાણી-પીણી, ફાસ્ટફુડ, પકોડીની લારીઓમાં તપાસ હાથ ધરવામાં આવી

દાહોદમાં ખાણી-પીણી, ફાસ્ટફુડ, પકોડીની લારીઓમાં તપાસ હાથ ધરવામાં આવી

કુલ ૧૪ જેટલી લારીઓમાંથી ૩ જેટલી લારીઓનું રજીસ્ટ્રેશન ન જણાતા નોટિસ આપવામાં આવી.

દાહોદ જિલ્લાના ખોરાક અને ઔષધ નિયમન તંત્ર (Food and Drugs Control Administration) ના ખોરાક વિભાગ દ્વારા ડેઝીગ્નેટેડ ઓફિસર વી.ડી રાણાની સુચના અનુસાર જિલ્લાના ફુડ સેફટી ઓફિસરો તેમજ નગરપાલીકાના ફુડ સેફટી ઓફિસર દ્વારા દાહોદ જિલ્લાના દાહોદ તાલુકામાં મુખ્ય મથક દાહોદની ભગીની સમાજની બાજુમાં તેમજ નેહરૂ બાગની આજુ બાજુ આવેલ ખાણી-પીણી, ફાસ્ટફુડ, પકોડીની લારીઓમાં તપાસ હાથ ધરવામાં આવી હતી.

આ તપાસ દરમ્યાન લારીઓ FSSAIનું લાયસન્સ /  રજીસ્ટ્રેશન ધરાવે છે કે નહી તેની તપાસ કરવામાં આવી હતી. ત્યારબાદ લારીઓમાં સાફ સફાઇ, રો મટીરીયલની તપાસ કરેલ આવી કુલ ૧૪ લારીઓની તપાસ પણ કરવામાં આવી હતી. આ દરમ્યાન લગભગ ૧૪ જેટલી લારીઓમાંથી કુલ – ૦૩ લારી પાસે FSSAIનું રજીસ્ટ્રેશન કરેલ ન જણાતા આ ત્રણેય લારીઓમાં સાફ સફાઇનો અભાવ જોવા મળ્યો હતો. ખોરકમાં વાપરવામાં આવતા શાકભાજીની ગુણવતા યોગ્ય જણાઈ આવેલ નહી તેમજ તૈયાર ખાધ-ચીજ અને રો-મટીરીયલ ને યોગ્ય રીતે ઢાંકવવામાં આવેલ ન હોવાથી તેમજ ખાધ-ચીજ કે અન્ય વેસ્ટને યોગ્ય રીતે ડસ્ટબીનમાં નિકાલ કરેલ નથી. રો-મટીરીયલ ની ખરીદી યોગ્ય ઉત્પાદક પેઢી / ડીસ્ટ્રીબ્યુટર પેઢીની પાસેથી ખરીદ કરવામાં આવેલ નથી. એ સાથે આ ત્રણેય લારીઓમાં (બીલ કે અનુન્ધ પુરાવો રજુ કરેલ નથી.) તેમજ તૈયાર ખાધ-ચીજ ને જમવા કે પેક કરવા સારૂં ન્યુઝ પેપરનો ઉપયોગ કરવામાં આવે છે.

આમ ત્રણેય લારીઓના માલીક દ્વારા ફૂડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ (Licensing and Registering) રેગ્યુલેશન ૨૦૧૧ ની શિડયુલ-૪ હેઠળની પાર્ટ-૧ ની જોગવાઈઓ અને ફૂડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ ઓથોરીટીની એડવાઇઝરીનું પાલન કરેલ નથી, જેથી કરીને ખોરાક અને ઔષધ નિયમન તંત્રના ડેઝીગ્નેટેડ ઓફિસર વી.ડી. રાણા દ્વારા આ ત્રણ લારીઓના માલીકને ફુડ સેફ્ટી એ સ્ટ્રાન્ડર્ડ એક્ટની કલમ-૬૯ મુજબ કમ્પાઉન્ડ્રીંગ ઓફેન્સ અન્વયે કાર્યવાહી કરી ત્રણેય લારીઓના માલીકને રૂપીયા ૮૦૦/- લેખે કુલ રૂપીયા ૨૪૦૦/- નો દંડ કરેલ છે. તથા જ્યાં સુધી લારીના માલીક આ દંડની રકમ નહી ભરે ત્યાં સુધી તેમનો ધંધો અને લારી બંધ રાખવાનો હુકમ ડેઝીગ્નેટેડ ઓફિસર સાહેબ દ્વારા કરવામાં આવેલ છે. દંડ ભરેથી તેમનો ધંધો અને લારી ફરી શરૂ કરી શકાશે.

ઉનાળાની ઋતુને ધ્યાનમાં લઇ ઠંડા પીણાની લારીઓ, કેરીના રસના તંબુઓ તથા શેરડીના તંબુઓ તેમજ આઈસ ફેક્ટરીઓનું પણ ચેકીંગ કરવા ફુડ સેફ્ટી ઓફીસરોને સુચના આપવામાં આવેલ છે. કાયદા મુજબનું પાલન ન થયેથી તેઓની સામે લાયસન્સ / રજીસ્ટ્રેશન રદ કરવા અને દંડની કડક કાર્યવાહી કરવામાં આવશે એમ ડેઝીગ્નેટેડ ઓફીસર ખોરાક અને ઔષધ નિયમન તંત્ર દાહોદ દ્વારા જણાવવામાં આવ્યું હતું.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments