THIS NEWS IS SPONSORED BY –– RAHUL HONDA

એમ.જી. રોડ ઉપર દુકાનના બસેમેન્ટમાં પાણી ભરાતા જોવા ગયેલ યુવક નું કરન્ટ લાગતા મોત
સમગ્ર ગુજરાતની જેમ દાહોદમાં પણ આભ ફાટ્યું હતું શ્રાવણ માસમાં પવિત્ર તહેવાર સાતમ અને આઠમ આ બે દિવસ ભારે થી અતિભારે વરસાદ દાહોદ શહેર અને જિલ્લામાં વરસ્યો હતો. જેમાં દાહોદમાં ઐતિહાસિક 147 mm વરસાદ વરસ્યો હતો. જેમાં નદી નાળા છલકાઈ જતાં લોકોના ઘર, દુકાનોમાં પાણી ભરાતા ભારે નુકશાન થયું હતું. દાહોદ સ્ટેશન રોડ ઉપર આવેલ ફરનીશિંગ પ્લાઝા નામની દુકાનમાં ભારે વરસાદને પગલે પાણી ભરાતા રૂપિયા 10 લાખ થી વધુનો માલ પલળી જવાથી નુકશાન થયું હતું. જ્યારે એમ.જી. રોડ, પડાવ, ગોવિંદ નગરના વિસ્તારોમાં પાણી ભરાતા કરિયાણા, બુટ ચપ્પલ, મોબાઈલની દુકાનો વગેરેમાં ભારે નુકશાન થયું હતું.
જ્યારે મકાઈના ઊભા પાકને પણ ભારે નુકશાન થયું હતું. દાહોદ જિલ્લામાં વરસાદના પગલે કરોડો રૂપીયાનું નુકશાન થતાં આવી મંદીના મારને પહેલાથી વેઠી રહેલા વેપારીઓ વધુ ને વધુ દેવાના ખપ્પરમાં હોમાઈ રહ્યા છે. પહેલા કોરોનાની માર, પછી આર્થિક મંદી અને હવે કુદરતની માર લોકોના જીવનને અઘરું બનાવી મૂકશે. જિલ્લામાં ત્રણ ડેમો ભયજનક સપાટી ઉપર નીકળી ગયા છે, ત્યારે બાકીના ડેમો પણ ઓવરફ્લો થવાની તૈયારી છે. આ બાબતે તંત્ર પણ સજાગ બની ને કામે લાગી ગયેલ છે.


