દાહોદમાં ત્રિ-દિવસીય સનાતન ધર્મ સંવર્ધન કાર્યક્રમ યોજાશે. શારદા પીઠાધિશ્વર જગત ગુરુ શંકરાચાર્ય સ્વામી શ્રી સદાનંદ સરસ્વતીજી મહારાજ પ્રથમ વખત શહેરમાં ધર્મસભા સાથે કાર્યક્રમોનું આયોજન કરાયુ.
શ્રી સંતકૃપા સત્સંગ પરિવાર સેવા ટ્રસ્ટ શ્રી રામભક્ત રામરોટી મંડળ દ્વારા શારદા પીઠાધિશ્વર જગત ગુરુ શંકરાચાર્ય સ્વામી શ્રી સદાનંદ સરસ્વતીજી મહારાજના શુભ આગમન પ્રસંગે તા.૧૯ ડિસેમ્બરની સાંજે ૦૪:૩૦ વાગ્યાથી ભવ્ય બાઈક તથા કાર રેલીનું આયોજન કરવામાં આવ્યું છે. તા. ૨૦મી ડિસેમ્બરએ મીરાખેડી મુકામે શંકરાચાર્ય સ્વામી સદાનંદ સરસ્વતી મહારાજ પધારશે, તથા આશિર્વચન તથા ધર્મસભા શ્રી ભીલસેવા મંડળ સંચાલિત આશ્રમ શાળામાં દાહોદના વિવિધ ધર્મગુરૂ સાધુ સંતો જોડે સંવાદ કરશે. તા.૨૧ મી એ નગરાળા મુકામે જી.પી. ધાનકા ટ્રસ્ટ સંચાલિત આશ્રમ શાળામાં આશિર્વચન તથા ધર્મ સભા યોજાશે. તથા તા.૨૨મી એ દેવધા મુકામે પૂ. શ્રી ગંગુ મહારાજના આશ્રમ ખાતે આશિર્વચન તથા ધર્મસભા યોજાશે.
પૂજ્ય મહારાજ દાહોદ જિલ્લાના ધર્મરત શિષ્યોને સ્વહસ્તે ગુરૂદિક્ષા પણ આપશે. આ સાથે મહારાજનાં દર્શન, પાદુકા પૂજન, વચનામૃત, જીજ્ઞાશા તૃપ્તિ વિગેરેનો અલભ્ય લાભ લેવા માટે શ્રી સંતકૃપા સત્સંગ પરિવાર સેવા ટ્રસ્ટ અને શ્રી રામભક્ત રામ રોટી મંડળ, દાહોદ દ્વારા જણાવ્યું હતું આ કાર્યક્રમ અંગે આજે એક પ્રેસવાર્તાનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ટ્રસ્ટીઓ તેમજ પત્રકારો ઉપસ્થિત રહ્યા હતા.
Byte – રમેશભાઈ ખંડેલવાલ ટ્રસ્ટી