ભારતના બંધારણના ઘડવૈયા, ભારતરત્ન ડો.બાબાસાહેબ આંબેડકરજીની જન્મ જયંતિ નિમિત્તે દાહોદ જિલ્લા ભાજપ દ્વારા એક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. તેના અનુસંધાને શિવાજી સર્કલ ચાકલીયા રોડ મુકામે દાહોદ જિલ્લા ભાજપના કાર્યકર્તા એકત્રિત થયા હતા અને ત્યાંથી બગીમાં શોભાયાત્રા કાઢી તાલુકા પંચાયત કચેરી સામે ડો. બાબાસાહેબની પ્રતિમાની પુષ્પાંજલિ દાહોદના સાંસદ જસવંતસિંહ ભાભોર, દાહોદના ધારાસભ્ય કનૈયાલાલ કિશોરી તથા અન્ય હોદ્દેદારોએ કરી હતી અને પુષ્પાંજલિ બાદ સ્વામી વિવેકાનંદ સંકુલ ગોવિંદનગરમાં એક સભાનુ આયોજન કરવામા આવ્યુ હતું.
જેમાં સાંસદ જશવંતસિંહ ભાભોર, દાહોદના ધારાસભ્ય કનૈયાલાલ કિશોરી, ગરબાડાના ધારાસભ્ય મહેન્દ્ર ભાભોર, ભરતસિંહ સોલંકી, સુધીર લાલપુરવાળા ખાસ ઉપસ્થિત રહ્યા હતા. તેમજ દાહોદમા રહેતા સીનીયર અગ્રણીઓ રાષ્ટ્રીય, પ્રદેશ, જિલ્લા તેમજ શહેર સંગઠનના તમામ હોદ્દેદારો, મોરચાના પદાધિકારીઓ, કાર્યકર્તાઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. જ્યાં પહેલા દલિત સમાજના અગ્રણીઓ, સમાજમાં ઉભરતા કલાકારો, ખેલાડીઓ અને વિદ્યાર્થીઓનું સન્માન દાહોદના સાંસદ જસવંતસિંહ દ્વારા કરવામાં આવ્યું હતું અને આંબેડકર જન્મ જયંતીની ધામધૂમથી ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી.