THIS NEWS IS SPONSORED BY –– RAHUL HONDA
સમગ્ર વિશ્વમાં જ્યારે કોરોના વાઈરસ માત્રની ચર્ચા છે ત્યારે દાહોદ પણ તેનાથી અળગું નથી. 21 દિવસના લોકડાઉનમાં જ્યારે તહેવારો આવી રહ્યા છે તો લોકો પોતાના ઘરમાં અલાયદી રીતે પ્રાર્થનાઓ કરી રહ્યા છે, ત્યારે દાહોદમાં એક યુવા મહિલા શ્રદ્ધા વિશાલ શાહ એ પોતાના ઘરની લોબીમાં ભારત માતાના નકશામાં ભગવાન મહાવીર સ્વામીની આકૃતિ અંકિત કરી હતી અને તેમાં મનમોહક રંગોથી સુશોભિત કરી હતી. આ રંગોળીમાં તેમને Go Corona લખી સમગ્ર વિશ્વમાંથી કોરોના ને ભગાડવા માટે પ્રાર્થના કરી હોય તેવું સુંદર ચિત્ર કંડાર્યું હતું. જ્યારે દાહોદ શહેરના દોલતગંજ બજારમાં પણ જૈન સમાજના લોકોએ દેરાસર ન જઈને પોતાના ઘરો ના ઓટલા ઉપર સોશિયલ ડિસ્ટન્સ રાખીને થાળીઓ વગાડી, તાળી પાડી પ્રભુ મહાવીર સ્વામીના સ્તવન ગાઈ તથા સૂત્રોચ્ચાર કરી અને આ મહામારી દૂર થાય તેવી પ્રાર્થના કરી હતી. અને ગરીબોને આપવા માટે લાડવા તથા ગાંઠિયાના પેકેટ તૈયાર કરવામાં આવ્યા છે.