દાહોદ જિલ્લામાં આજે સવારે ૧૦:૧૫ મિનિટે ભગવાન બિરસા મુંડા ગૌરવ યાત્રા દેવગઢ બારિયાના ફાંગિયા ગામેથી પ્રવેશ કર્યો હતો. જ્યાં ગૌરવ યાત્રાનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. અને ગરબાડામાં જંગી મેદની ઉમટી લોકોએ ઉમળકા ભેર સ્વાગત કર્યું હતું અને પછી દાહોદમાં પણ યાત્રામાં જંગી જનમેદની ઉમટી પડી હતી.
આજે તા.૧૮/૧૦/૨૦૨૨ ને મંગળવારના રોજ સવારે આ ગૌરવ યાત્રા દાહોદમાં ૧૦:૧૫ વાગે ફાંગિયા દેવગઢ બારિયાથી નીકળી ૧૧:૦૦ વાગે કંજેટા થઈ ધાનપુર પહોંચી હતી જ્યાં ૧૧:૩૦ જાહેર સભાને સંબોધી હતી, ત્યારબાદ ધાનપુરના વાસિયા ડુંગરી ખાતે બપોરે ૦૨:૩૦ વાગે પહોંચી હતી અને ત્યાંથી ગાંગરડી ૦૩:૧૫ પહોંચી હતી અને ત્યાંરપછી ગરબાડા ૦૩:૪૦ એ પહોંચી એક જાહેર સભા સંબોધન કરી દાહોદના પ્રસંગ પાર્ટી પ્લોટ – ૨ ઉપર સાંજે ૦૫:૦૦ વાગે પહોંચી હતી જ્યાં “ભગવાન બીરસા મુંડા આદિવાસી ગૌરવ યાત્રા” નું ઉમળકા ભેર ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું, જ્યાં બહેનોએ કમલની મહેંદી પડાવી હતી.
આ પ્રસંગે અન્નપૂર્ણા દેવીજી યાદવ, કેન્દ્રીય રાજ્ય શિક્ષણ મંત્રીએ જણાવ્યું હતું કે નરેન્દ્ર મોદીજી જ્યારે ગુજરાતના મુખ્યમંત્રી હતા ત્યારથી જ તેઓ છેવાડાના માનવીની ચિંતા કરતા આવ્યા છે અને તેઓ ૨૦૧૪ માં વડાપ્રધાન બન્યા પછી તો છેલ્લા સાડા આઠ વર્ષથી તેઓ જનજાતિના લોકોને ઉત્થાન માટે કામ કરી રહ્યા છે અને દાહોદ જિલ્લામાં યાત્રામાં ઉમટેલી જનમેદની જોતા સીધું સમજાઈ જય છે કે આ વખતે દાહોદમાં ભાજપ તમામ બેઠકો મેળવશે. કોંગ્રેસએ ૭૦ વર્ષમાં દેશ તોડવા સિવાય કશું નથી કર્યું અને હવે ભારત જોડો યાત્રા કાઢીને ખોટું નાટક કરે છે પણ દેશના લોકો હવે કોંગ્રેસને બરોબર ઓળખી ગયા છે એટલે જ લોકો કોંગ્રેસ મુક્ત ભારત ઇચ્છે છે. તા.૧૯ મી ઓક્ટોબરે સવારે ૦૯:૦૦ વાગે લીમડી પ્રસ્થાન કરશે. જાહેર સભા ત્યાંથી ઝાલોદ ૧૧:૦૦ વાગે સ્વાગત, સુખસર ૧૧:૪૫ સભા, સંજેલીમાં ૦૨:૦૦ વાગે સ્વાગત અને ત્યાંથી સિંગવડ ૦૨:૩૦ વાગે જાહેર સભા, ચૂંદડીમાં ૦૪:૦૦ વાગે સ્વાગત પછી પંચમહાલના મોરવા હડફ આ ગૌરવ યાત્રા રવાના થશે.
“ભગવાન બિરસા મુંડા ગૌરવ યાત્રા” નું દરેક તાલુકામાં ઉમળકાભેર સ્વાગત કરવામાં આવ્યું હતું અને લોકોએ ભવ્ય પ્રતિસાદ આપ્યો હતો અને યાત્રામાં ભારી ભીડ જામી હતી.
આ પ્રસંગે જસવંતસિંહ ભાભોર સાંસદ દાહોદએ કહ્યું કે ગરબાડામાં જે જનમેદની ઉમટી પડી છે એના ઉપરથી જ લાગે છે કે આ વખતે ગરબાડા ભાજપ જ જીતશે. આપણા દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કોરોના કાળ દરમિયાન કરોડો રૂપિયાનું અનાજ લોકોને પૂરી પાડ્યું હતું અને દાહોદ જિલ્લાના એક વિકસિત જિલ્લા તરીકેની છાપ ઊભી કરવા માટે ચોતરફ વિકાસ કર્યો છે, પછી એ શિક્ષણ હોય, આરોગ્ય હોય કે માળખાકીય સુવિધાઓ તેમને જિલ્લાની જનતાને અન્ય લોકોની સાથે હરોળમાં ઊભી કરવા માટેના પ્રયત્નો અને ચિંતા કરી છે અને યોજનાઓ નો લાભ આપી રહ્યા છે.
બચુભાઈ ખાબડ ધારાસભ્ય દેવગઢ બારિયા એ કહ્યું કે આ છોરું કોઈ ગાડી લીને ફરી રહ્યું છે પણ કોઈ મેળ પડવાનો નથી (રાહુલ ગાંધીની યાત્રાના સંદર્ભે કહ્યું) અને વધુમાં કહ્યું આપણે નરેન્દ્રભાઈ મોદી જેવા નેતા છે ત્યાં સુધી તો કોંગ્રેસનો મેળની પડે.