દાહોદ જિલ્લાના દાહોદ તાલુકાના મુખ્ય મથક દાહોદ ની વ્રજધામ સોસાયટીમાં સવારે 4 વાગે થઈ 2 બાઇક ની ચોરી : ચોરીની સમગ્ર ઘટના થઇ CCTV માં કેદ, ત્રણ ચોરોએ ભેગા મળી કરી ચોરી,
પહેલા લોખંડના સળિયા હાથમાં લઇ સોસાયટીની કરી રેકી, રેકી કરતા કરતા નક્કી કરી ચોરવાની બાઇકો. રેકી કર્યા બાદ આ ત્રણે ઈસમોએ એક સ્પ્લેન્ડર બાઈક સોસાયટીમાંથી ઉઠાવી અને મૂકી દીધું નાકે જ્યાં ચાર રસ્તા પડે છે.
ત્યાર પછી કોઈક અવાજ આવતા ડરીને પાછા જતા રહ્યા અંધારામાં અને થોડીજ સેકન્ડ પાછા આવી તેમના હાથમાંના લોખંડના સળિયાનો ઉપયોગ કરી તોડ્યું બાઇકનું લોક અને ત્યારબાદ લોક તોડી તેઓ બાઇક લાઇ થઈ ગયા ફરાર
આ સમગ્ર ઘટના સોસાયટીમાં એક મકાનના CCTV ફૂટેજમાં થઈ કેદ, આ ત્રણે ઈસમોએ મળી 2 બાઇકની ચોરી કરી અને જેમાં એક બાઇકની આ સમગ્ર ઘટના CCTV માં થઈ કેદ. બાઈકના માલિકોએ દાહોદ પોલીસ મથકે આ બાબતે જાણ કરી CCTV ફૂટેજ સોંપ્યા અને દાહોદ પોલીસે આ CCTV ફુટેજના આધારે તપાસ શરૂ કરી છે.