KEYUR PARMAR – DAHOD BUREAU
શ્રી મહાવીર સ્વામી ભગવાનની આજે 2615મી જયંતિ છે. સમગ્ર ભારતના જૈનો આજે જયારે શ્રી મહાવીર સ્વામી ભગવાનની જન્મ જયંતી ઉજવી રહ્યા છે ત્યારે દાહોદમાં ગઈ કાલથી આ ઉજવણી શરુ થઇ હતી. અને જેના ભાગ રૂપે કાલે સાંજે સ્વામી વાત્સલ રાખવામાં આવ્યું હતું ત્યાર બાદ તરતજ સાંસ્કૃતિક કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો જેમાં મહાવીર સ્વામી ભગવાન વિષે અલગ અલગ ભાગ તેમના જીવન ચરિત્ર ઉપર ભજવવામાં આવ્યા હતા અને તેમના જન્મથી માંડી ને દેવલોક સુધીના તમામ જીવન પર્યાય દોહરાવ્યા હતો.
આજે વહેલી સવારે શ્રી ચિંતામણી જૈન દેરાસર ખાતે પહેલી પૂજા શ્રી મહાવીર સ્વામી ભગવાનની કરવામાં આવી હતી જેનો ચઢાવો ગઇ કાલે બોલાઈ ગયો હતો અને ત્યાર બાદ દેરાસર થી ધામધૂમ થી શોભા યાત્રા નીકળી હતી અને તે શોભાયાત્રા દોલતગંજ બજાર, ગાંધી ચોક, નેતાજી બજાર થઈ હનુમાન બજાર મંદિરે પરત ફરી હતી. શોભાયાત્રા બાદ પૂજા ભણાવવામાં આવી હતી અને ત્યાર પછી સકલ શ્રી જૈનસંઘનું સ્વામી વાત્સલ સીમંધર જૈન દેરાસરે રાખવામાં આવ્યું હતું. શોભાયાત્રા દરમિયાન જૈન ભક્તો દિપકભાઈ શાહ અને સુરાના તરફથી ઠંડા પીણાં અને લસ્સીની વ્યવસ્થા કરવામાં આવી હતી જેનો ભાવી ભકતોએ લાભ લીધો હતો.