Thursday, January 23, 2025
Google search engine
HomeDahod - દાહોદદાહોદમાં સનરાઈઝ પબ્લિક સ્કૂલનું લોકાર્પણ પ્રદેશ ભાજપના અધ્યક્ષ સી.આર. પાટીલના વરદ્દહસ્તે સંપન્ન

દાહોદમાં સનરાઈઝ પબ્લિક સ્કૂલનું લોકાર્પણ પ્રદેશ ભાજપના અધ્યક્ષ સી.આર. પાટીલના વરદ્દહસ્તે સંપન્ન

THIS NEWS IS SPONSORED BY –– RAHUL HONDA

શિક્ષણની ભૂખ સંતોષવા આવી શાળાઓ કારણભૂત બનશે તેમજ નરેન્દ્ર સોનીના આગ્રહને વશ થઈને મારે આવવું પડ્યું : સી.આર. પાટીલ

દાહોદ જિલ્લાના દાહોદ તાલુકાના મુખ્ય મથક દાહોદમાં આજે તા.૦૮/૧૦/૨૦૨૧ ને શુક્રવારના રોજ સનરાઈઝ પબ્લિક સ્કૂલના લોકાર્પણ પ્રસંગે ભાજપના પ્રદેશ અધ્યક્ષ દાહોદ આવ્યા હતા. આ પ્રસંગે તેઓએ પ્રધાનમંત્રીના ભરપેટ વખાણ કર્યા તેમજ આદિવાસી વિસ્તારોમાં વિકાસની કેડી કંડારવા કટીબધ્ધતા દર્શાવી. તેની સાથે વિધાનસભાની ચૂંટણીમાં તમામ બેઠકો પર વિજય પતાકા લહેરાવવા આહવાન કર્યું હતું.
સનરાઈઝ પબ્લિક સ્કૂલ દાહોદના નવનિર્મિત અદ્યતન ભવનનું ઉદ્ઘાટન ગુજરાત પ્રદેશ ભાજપા અધ્યક્ષ અને નવસારીના સાંસદ સી.આર. પાટીલના વરદ્દ હસ્તે કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે તેઓએ આદિવાસી વિસ્તારમાં શિક્ષણની ભૂખ સંતોષવા આવી શાળાઓ સક્ષમ પુરવાર થશે તેમ જણાવ્યું હતું.

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને યાદ કરીને તેઓએ દેશમાં કેટલી એકલવ્ય શાળાઓ કાર્યરત હોવાનો ઉલ્લેખ કર્યો હતો. દાહોદ પંચમહાલ અને મહિસાગર ના આદિવાસી ધારાસભ્યોને વગર માંગે પ્રતિનિધિ આપ્યાનું જણાવી તેમણે કહ્યું હતું કે પ્રજા અને મતદારો ભાજપના જ છે હવે બીજાને કોઈ ને સ્વીકારવા તૈયાર નથી .અને કોંગ્રેસ ના ડબ્બા ગુલ થઈ જાય છે.ગાંધીનગરના પ્રચંડ વિજયને પણ તેઓએ યાદ કરી ભાજપના કાર્યકર્તાની તાકાત ને બિરદાવી હતી અને પ્રજા નરેન્દ્ર મોદીને જોઇને જ મત આપે છે, ત્યારે આવનારી ચૂંટણીમાં દાહોદ જિલ્લાની તમામ બેઠકો પર વિજય મેળવવા તેમને હુંકાર કર્યો હતો. સનરાઈઝ પબ્લિક સ્કુલનું લોકાર્પણ તેઓની વ્યસ્તતાને કારણે પાછો ઠેલાયો હોવાનું તેમણે સ્વીકારી કહ્યું હતું કે શાળાના ટ્રસ્ટી અને જિલ્લા ભાજપના મહામંત્રી નરેન્દ્ર સોનીના આગ્રહને હું ટાળી શક્યો નથી અને મારે તેના માટે સમય કાઢવો પડ્યો છે. નવી ગુજરાત સરકાર અને મુખ્યમંત્રીના પ્રજાલક્ષી નિર્ણયોની પણ તેમણે જાણકારી આપી ભવિષ્યમાં પણ આવા પગલાં લેવાશે તેમ જણાવ્યું હતું. આ પ્રસંગે મંત્રીઓ કુબેરભાઈ ડીડોર, નિમિષાબેન સુથાર, દંડક રમેશભાઈ કટારા, સાંસદ જશવંતસિંહ ભાભોર, ધારાસભ્ય બચુભાઈ ખાબડ, શૈલેષભાઈ ભાભોર, જિલ્લા ભાજપ પ્રમુખ શંકરભાઇ આમલીયાર તેમજ અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમમાં મોટી સંખ્યામાં વાલીઓ વિદ્યાર્થીઓ અને ભાજપના કાર્યકર્તાઓ ઉમટી પડ્યા હતા.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments