Friday, November 22, 2024
Google search engine
HomeUncategorizedદાહોદમાં સોશિયલ ડિસ્ટન્સિગનું સખ્તાઈ પૂર્વક અમલ કરવા અમુક વિસ્તારમાં બેરીકેટ લગાવી રસ્તા...

દાહોદમાં સોશિયલ ડિસ્ટન્સિગનું સખ્તાઈ પૂર્વક અમલ કરવા અમુક વિસ્તારમાં બેરીકેટ લગાવી રસ્તા બ્લોક કરવામાં આવ્યા : Dy.S.P. કલ્પેશ ચાવડા

THIS NEWS IS SPONSORED BY –– RAHUL HONDA 

દાહોદ જિલ્લાના મુખ્ય મથક દાહોદ નગરમાં જિલ્લા કલેકટરની મૌખિક સૂચના અને જિલ્લા પોલીસ અધિક્ષકના માર્ગદર્શન હેઠળ દાહોદ Dy.S.P. કલ્પેશ ચાવડા દ્વારા જણાવવામાં આવ્યું કે આજે તા.૧૮.૦૪.૨૦૨૦ ને શનિવારના રોજ એમ.જી.રોડ, પડાવ, દૌલત ગંજ બજાર જેવા વિસ્તારોમાં બેરીકેટ લાગેલા જોવા મળે છે અને દ્વિ-ચક્રિય વાહનોની અવર-જવર બંધ કરવામાં આવી છે. તેનું માત્ર અને માત્ર કારણ એ જ છે કે તે વિસ્તારોમાં સોશિયલ ડિસ્ટન્સ જાળવતું નથી અને ભીડભાડ વધારે થાય છે. જેથી કરીને જિલ્લા કલેક્ટર વિજય ખરાડી દ્વારા મૌખિક સૂચના મળેલ કે જે વિસ્તારોમાં સોશિયલ ડિસ્ટન્સ જાળવતું નથી તે રસ્તાઓ બંધ કરી દો. જેના કારણે દાહોદની જનતામાં ગેરસમજ વર્તાઇ છે કે દાહોદમાં કોરોનાના કેસ વધી ગયા છે. હકીકતમાં એવું કઈ પણ નથી અને કોઈ પણ કેસ વધ્યા નથી. કોરોના પોઝિટિવના માત્ર ને માત્ર ૩ જ કેસ દાહોદમાં છે. માત્ર અફવાના કારણે જ લોકો ગેરસમજ પામેલ છે માટે કોઈએ અફવાઓથી ડહોળાવવું નહીં. અને આ દરેક રસ્તાઓ ઉપર સોશિયલ ડિસ્ટન્સિંગ ન જળવાવવા અને ભીડભાડ વધુ થઈ જવાના કારણે જ બંધ કરવામાં આવ્યા છે. માટે લોકો ગેરમાર્ગે દોરાય નહીં, અફવા ફેલાવે નહીં. અને લોકોમાં ભય અને દહેશતનું માહોલ સર્જાય નહીં તેવી Dy.S.P. કલ્પેશ ચાવડાએ દાહોદની જનતાને અપીલ કરેલ છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments