Friday, January 24, 2025
Google search engine
HomeDahod - દાહોદદાહોદમાં ૨૦૨૨ વિધાનસભાને ધ્યાને લઈ ભાજપ જિલ્લા પ્રમુખ શંકર અમલિયારની અધ્યક્ષતામાં દાહોદ...

દાહોદમાં ૨૦૨૨ વિધાનસભાને ધ્યાને લઈ ભાજપ જિલ્લા પ્રમુખ શંકર અમલિયારની અધ્યક્ષતામાં દાહોદ શહેરની કારોબારી યોજાઇ

THIS NEWS IS SPONSORED BY –– RAHUL HONDA

દાહોદમાં ૨૦૨૨ વિધાનસભા ને ધ્યાને લઈ દાહોદ શહેરની કારોબારી યોજાઇ. દાહોદ શહેરના પ્રસંગ પાર્ટી પ્લોટ ગોવિંદનગરમાં શહેર કારોબારીની બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમમાં દાહોદ શહેર અને જિલ્લાના વિવિધ આયામોનાં કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા આ કાર્યક્રમમાં દાહોદ ઝોન પ્રભારી ભરતસિંહ સોલંકીએ આવના દિવસોમાં કયકર્યક્રમો કરવામાં છે તે કાર્યક્રમોની જાહેરાત કરી હતી અને દાહોદ ઝોન મહામંત્રી કનૈયાલાલ કિશોરી એ વન ડે વન ડીસ્ટ્રાઇક્ટ કાર્યક્રમ વિશે માહિતી આપી હતી. જ્યારે જિલ્લા ભારતીય જનતા પાર્ટી ના પ્રમુખે પોતાના વક્તવ્યમાં એક મહત્વની વાત કરી હતી કે આપડે લોકોને જાગૃત કરવા જોઈએ અને તેમને કેહેવું જોઈએ કેઆપડે ભારતીય છીએ અને જે કરીશું ભારતમાતા માટે કરીશું અને આપડે લોકોની સાથે એવી રીતે સંકલનમાં રેહવું જોઈએ કે જ્યારે કોઈ પણ ચુંટણી આવે તો આપણે લોકો સામેથી કેહવા જોઈએ કે અમે તમારી સાથે છે દેશના વિકાસની સાથે છે. તેમને વધુમાં કહ્યું હતું કે યુક્રેન યુધ્ધમાં આપડે અને વિશ્વ એ જોયું કે તિરંગા ના લેહરવાથી યુદ્ધ વિરામ થાય આ તાકાત આપડા દેશને નરેન્દ્રભાઈ એ અપાવી છે અને એમના થકી ગુજરાત અને આપડે ગૌરવ લેવું જોઈએ કે આપદમાનાજ એક ગુજરાતીએ દેશને વિશ્વની ફલક ઉપર નામ અપાવ્યું છે એટલેજ આપડે આવા નેતૃત્વમાં આપડે નિષ્ઠા પૂર્વક જવાબદારી નિભાવી વધુમાં વધુ કાર્યકર્તાઓ જોડીને સંગઠન મજબૂત કરી આવનાર વિધાનસભામાં જિલ્લો જંગી બહુમતી થી ભાજપમય બને તેવી અપેક્ષા રાખી તેમનું પ્રવચન પૂર્ણ કર્યું હતું અને કાર્યક્રમની આભાર વિધિ પીનાબેન શેઠ શહેર મહિલા મોરચાના મંત્રીએ કરી હતી.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments