THIS NEWS IS SPONSORED BY –– RAHUL HONDA
દાહોદ જિલ્લાના દાહોદ તાલુકાના મુખ્ય મથક દાહોદમાં પાછલા ૨૪ કલાક માં પડેલ વરસાદના કારણે ગોદી રોડ ઉપર આવેલ ક્રિષ્ના ગાર્ડન પાર્ટી પ્લોટ પાસે આવેલ BPCL ના પેટ્રોલ પંપ આગળ મસમોટો ભુવો પડી ગયેલ છે. તેવી જ રીતે ઇન્દોર રોડ ખાતે આવેલ હોન્ડાના શોરૂમ ની આગળ પણ ૧૦ ફૂટ ઊંડો ભુવો પડી ગયેલ છે, જ્યારે ચાકલિયા રોડ અંડર બ્રિજ, ગોદી રોડ બાજુ સ્ટ્રોમ વોટર માટે ખાડા ખોદવામાં આવેલ હતા તે પુરાયેલ ન હતા અને તેમાં પણ ખાડા પડી જતા તેમાંથી પણ આ વરસાદના કારણે તેમાંથી માટીના પુરણ પણ નીકળી જતા તેમા પણ મસમોટા ખાડા પડી ગયા છે. તેમજ દાહોદમાં ખાસ્સી જગ્યાએ સ્ટોર્મ વોટર માટે ખાડા ખોદેલ હતા તેમાંથી પણ માટી વહી જતા મોટા મોટા ખાડા પડી ગયેલા છે. જેથી પાલિકા તંત્ર દ્વારા તાત્કાલિક કોઈ પગલાં ભરી આ દરેક ખાડા અને ભુવા રીપેર કરવા જોઈએ જેેથી કોઈ પણ અકસ્માત બને નહીં. તેવી જે તે વિસ્તારના લોકોની માંગ ઉઠવા પામી છે.