સહાયક પ્રાદેશિક વાહન વ્યવહાર અધિકારીની કચેરી દાહોદ દ્વારા એક યાદીમાં જણાવવામાં આવે છે કે, તા.૦૧/૦૪/૨૦૧૯ પહેલા નોંધાયેલા મોટર વાહનમાં HSRP નંબર પ્લેટ ફિટમેન્ટ કરવા અર્થે SIAM નામનું પોર્ટલ ચાલુ કરવામાં આવેલ છે.
આ પોર્ટલ પર www.siam.in વેબ સાઇટ પર લોગિન કરી દર્શાવેલ બારકોડ સ્કેન કરી તેમાં દર્શિત પ્રોસેસ ફલો મુજબ HSRP નંબર પ્લેટનું ફિટમેન્ટ કરાવી શકાશે જેની જાહેર જનતાએ નોંધ લેવા સહાયક પ્રાદેશિક વાહન વ્યવહાર અધિકારી દાહોદ દ્વારા જણાવાયુ છે.