૫૦૦ થી વધુ ઉમેદવારો માંથી ૩૭૭ જેટલા ઉમેદવારોની પ્રાથમિક પસંદગી કરવામા આવી.
શ્રમ, કૌશલ્ય વિકાસ અને રોજગાર વિભાગ, રોજગાર અને તાલીમ નિયામક ગાંધીનગર હસ્તકની જિલ્લા રોજગાર વિનિમય કચેરી, દાહોદ અને સરકારી આઈ.ટી.આઈ.ના સંયુકત ઉપક્રમે સરકારી આઈ.ટી.આઈ. દાહોદ ખાતે જિલ્લા કક્ષાનો રોજગાર અને એપ્રેન્ટીસ ભરતી મેળો અને સ્વરોજગાર માર્ગદર્શન શિબિર યોજવામા આવી હતી.
જે દરમ્યાન દાહોદ, પંચમહાલ, વડોદરા અને અમદાવાદ જિલ્લાના ૧૨ જેટલા નોકરીદાતાઓ ૬૦૦ થી વધુ વેકન્સી માટે ઈન્ટરવ્યુ લેવા ઉપસ્થિત રહ્યા હતા. આ ભરતી મેળામાં ૫૦૦ થી વધુ ઉમેદવારોએ ભાગ લીધો હતો. જેમાંથી ૩૭૭ જેટલા ઉમેદવારોની પ્રાથમિક પસંદગી કરવામા આવી હતી.
જિલ્લા રોજગાર કચેરી અને આઈ.ટી.આઈ.ના અધિકારી તેમજ કર્મચારીઓ દ્વારા ઉમેદવારોને રોજગારલક્ષી ઓનલાઈન પોર્ટલ અનુબંધમ અને એન.સી.એસ. પોર્ટલ દ્વારા રોજગારી શોધવા તેમજ સ્વરોજગાર લોન સહાય યોજના અને ફ્રી વોકેશનલ તાલીમ અંગે માર્ગદર્શન પણ આપવામા આવ્યુ હતુ.
ઓકટોબર માસમા આગામી રોજગાર ભરતી મેળો તા.૨૨/૧૦/૨૦૨૪ ના રોજ સરકારી આઈ.ટી.આઈ. ઝાલોદ ખાતે સવારે ૧૧:૦૦ કલાકે તેમજ તા.૨૫/૧૦/૨૦૨૪ ના રોજ સરકારી આઈ.ટી.આઈ. લીમખેડા ખાતે સવારે ૧૧:૦૦ કલાકે ખાતે યોજવામાં આવશે.