ઉત્તરપ્રદેશના બરેલી જિલ્લાના બેહડી તાલુકા રાઠ ગામનાની અને હાલ ઉત્તરાખંડના રુદ્રપુરની 22 વર્ષીય મગજ થી અસ્વસ્થ મહિલા ને દાહોદ અભયમ અને સખી વન સ્ટોપ ની મદદ થી પરિવાર સાથે થયું મિલન, મિલન થતા પરિવારમાં ખુશીની લહેર
પ્રાપ્ત માહિતી અનુસાર દાહોદના સખી વન સ્ટોપ ખાતે એક ઘરેથી ભૂલે પડી ગયેલી અસ્વસ્થ મગજની મહિલાને પાંચ દિવસ પહેલા 181 અભયમ વાળા સખી વન સ્ટોપમાં મૂકી ગયા હતા અને ત્યાર પછી આ મહિલાને સખી વન સ્ટોપ ના અંજલીબેન ડાંગી, વર્ષાબેન તથા મિત્તલબેનની ટીમે મહિલાને સ્વસ્થ કરી સારવાર ચેકઅપ માટે ઝાયડ્સ હોસ્પીટલ ખાતે મોકલી હતી જ્યાં તેની સારવાર ચાલી હતી અને તે દરમિયાન સખી વન સ્ટોપની બહેનો દ્વારા આ અસ્વસ્થ મહિલા કુસુમબેનનું કાઉન્સિલિંગ કરી પૂછપરછ કરતા મહિલા એ થોડી માહિતી આપતાં તેની જાણ ઉત્તરપ્રદેશના બરેલી પોલીસને કરી હતી પણ ત્યાંથી કોઈ માહિતી ના મળતા ઉત્તરાખંડના રુદ્રપુર પોલિસને જાણ કરતા તેઓ એક્ટિવ થઇ પરિવારના સભ્યોને શોધી કાઢી ત્યાંથી તેમને દાહોદ સખી વન સ્ટોપમાં આ મહિલા સાથે વિડિઓ કોલથી તેમના સગાને વાત કરાવી હતી અને તે દરમિયાન આ મહિલાના ભાઈ ઇન્દ્રેશ શર્મા એ પોતાની બહેનને ઓળખી કાઢી હતી અને જેના આધારે તેના પરિવારના તેમના સગા કાકા લાલતા પ્રસાદ શર્મા તથા ભાઈ ઇન્દ્રેશ શર્મા આજે દાહોદ આવ્યા હતા અને સખી વન સ્ટોપ થી ઉત્તરાખંડ પોલીસની સાથે વાત કરી કાયદેસરની કાર્યવાહી પુરી કરી હતી અને નવડાવી તેમજ નવી જોડી કપડા પહેરાવી પરિવારને સોંપી હતી અને તેના પરિવારના લોકો સાથે સાંજે પરત ઉત્તરાખંડ જશે આમ અભયમ અને સખી વન સ્ટોપ ની ઉતકૃષ્ટ કામગીરીના કારણે એક અસ્થિર 22 વર્ષીય ઘરેથી ભૂલી પડેલ મહિલાને તેના પરિવાર સાથે મિલન થયું અને સહી સલામત પોતાના વતન પહોંચશે. જેનો શ્રેય મહિલાના પરિવારના સભ્યોએ દાહોદ 181 અભયમ ની ટિમ અને સખી વન સ્ટોપ ની ટિમ ને આપી તેઓનો ખુબ ખુબ આભાર માન્યો હતો.