દાહોદ કડિયા સમાજ નવયુવક મંડળ દ્વારા ભારત વાટીકા ખાતે ભગવાન વિશ્વકર્મા તેરસની ખૂબ ધામધૂમથી ઉજવણી આજે તા.૨૨/૦૨/૨૦૨૪ ને ગુરુવારના રોજ વિશ્વકર્મા તેરસ નિમિત્તે દાહોદ કડિયા સમાજ દ્વારા ધામધૂમ થી ઉજવવામાં આવી. જેમાં દરજી સમાજની બહેનો દ્વારા ભજન કીર્તન કરવા માટે આમંત્રિત કરવામાં આવ્યા હતા. ત્યાર બાદ આરતી તેમજ સ્નેહ મિલન કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો.
આ ઉજવણીમાં દાહોદ તાલુકાના ધારાસભ્ય કનૈયાલાલ કિશોરી તથા દાહોદ નગરપાલિકા ઉપપ્રમુખ શ્રદ્ધાબેન ભડંગ ઉપસ્થિત રહી કાર્યક્રમની શોભા વધારી હતી તથા આરતી કરી હતી ત્યારબાદ કડિયા સમાજ દ્વારા ભોજન પ્રસાદીનું કરવામાં આવ્યું હતું.