દાહોદ કોરોના પ્રિવેંટિવ પગલાંના ભાગ રૂપે પાલિકા પ્રમુખ અભિષેક મેડા, ઉપપ્રમુખ પ્રશાંત દેસાઈ, વિનોદ રાજગોરની ઉપસ્થિતિમાં સ્ટાફ દ્વારા નગરમાં સોડિયમ હાઇપો ક્લોરાઇડથી ડીસઇન્ફેકટન્ટની કામગીરી કરી
દાહોદમાં કોરોના વાઇરસને લઇ જનતા કરફ્યુ સફળ રહ્યો હતો અને લોકોએ સ્વયંભૂ ઘરમાં પોતાને ક્વોરેન્ટાઇન કર્યા હતા પણ બીજા દિવસે સવારથી જ આડેધડ બજારો ખુલવા લાગતા દાહોદ પાલિકા અધિકારીઓ અને SDM, પોલીસ સ્ટાફ સાથે મળી બધી દુકાનો બંધ કરાવી હતી અને અન્ય બીજો હુકમ ના થાય ત્યાં સુધી દુકાનો બન્ધ કરવા માટે નોટિસ લગાડવામાં આવી હતી.
અને તેમ છતાં સાંજે જ્યારે પાલિકા પ્રમુખ અભિષેક મેડા, ઉપપ્રમુખ પ્રશાંત દેસાઈ, વિનોદ રાજગોર અને પાલિકાની ટીમ જ્યાં પાલિકા ચોક થઈ સોડિયમ હાઇપો ક્લોરાઇડ થી ડિઝાઇન્ફેકટન્ટ કરતી ભોઈવાડ પહોંચી તો અચંબામાં પડી ગઈ હતી ત્યાં વોહરા લોકોએ પોતાની દુકાનું ખુલ્લી રાખી હતી અને અમુક ભોઈ લોકો પણ વેપાર કરતા હતા તે જોઈ પાલિકા ઉપપ્રમુખે કડક શબ્દોમાં સૂચના આપી કે પછી કોઈ કાર્યવાહી તંત્ર કરે તો તેના માટે આપ પોતે જવાબદાર હશો. પછી ત્યાંથી ઘાંચીવાડમાં ગયા જ્યાં લોકોના ટોળે ટોળા રોડ ઉપર ઉભા હતા. શુ આ લોકો કોઈ જશ્ન માનવતા હતા?? આ લોકોને પોતાની તો ફિકર નથી જ પણ શહેર ની પણ પડી નથી આટલી મોટી સંખ્યામાં ભેગા થયેલા લોકો પાલિકાની ટીમને જોઈ અને દોડ્યા. પણ જો ઘરે રહ્યા હોય તો આ વારો આવતો જ નહીં. અને કદાચ આજ પણ એ વિસ્તારમાં લોકો ઘરે બેઠા હશે કે કેમ?? તે પ્રશ્ન લોકોના મનમાં છે. તંત્ર એ આવા વિસ્તારોમાં પોલીસની ટીમ મુકવી જોઈએ નહીંતર “પાડા ના વાંકે પખાલી ને ડામ” જેવી સ્થિતિ ઉત્પન્ન થાય. લોકો ભેગા થઈ અને જાણે તહેવારો ઉજવતા હોય તેમ બેસે છે, શું એ લોકો 144ની પણ એસીતેસી કરે છે?? એવા લોકો ઉપર કડક કાર્યવાહી કરવી જોઈએ. ખરેખર તંત્ર હોય કે પાલિકા કે પછી પોલીસ આમાં વધુ કશું ના કરી શકે આ એક સેલ્ફ ડિસિપ્લીન અને સેલ્ફ સિક્યોરિટી નો વિષય છે. જો તમે બહાર ફરસો અને તમને કાંઈક થયુ તેની અસર પહેલા ઘર ઉપર, પછી ફળીયા ઉપર, પછી વિસ્તાર અને શહેર ઉપર આમ ક્રમશઃ શરૂ થશે તો પછી કોણ કોને બચાવશે માટે આપણે સૌ પોતાની જાતને સેફ રાખીએ જેથી કરીને સમાજ સેફ રહે.
NewsTok24ની ટીમ જિલ્લાની તમામ જનતાને અપીલ કરે છે કે તેઓ ઘરમાં રહે, સુરક્ષિત રહે અને સમાજને સુરક્ષિત રાખી પોતાની, તંત્રની અને દેશની મદદ કરે. આજે દાહોદમાં તમામ દુકાનો, મોલ, સિનેમેરા, તેમજ હાઈવે ઉપરની અવંતિકા હોટલ સહિત અમુક હોટેલો બંધ છે.