KEYUR PARMAR DAHOD BUREAU
દાહોદ જિલ્લાના દાહોદ તાલુકાનાં મૂખ્ય મથક દાહોદ ખાતે આજ રોજ ગણપતિ બાપ્પાની ભવ્ય વિસર્જન યાત્રા યોજાઇ. લોકો દશ દિવસથી ચાલી રહેલ ગણપતિ મહોત્સવ ના ભાગરુપે દાહોદના વિવિધ વિસ્તારોમા વિવિધ ગણેશ મંડળો દ્વારા વિધ્નહર્તા ગણપતિની સ્થાપ્ના કરી દસ દિવસ સુધી પુજા અર્ચના કરી આજ રોજ આનંદચૌદશના દિવસે હાથલારી થી લઈને બાઇક પર, ટેમ્પામાં, ટ્રેક્ટરમાં ધામધુમથી ગણપતિ બાપ્પાની ડી. જે. ના તાલે નાચી કૂદીને અને “ગણપતિ બાપ્પા મોરિયા અગલે બરસ તું જલ્દી આ” અને “એક દો તીન ચાર, ગણપતિ કી જય જયકાર” ના નારા સાથે વિદાય આપી હતી. વધુમાં દેસાઈવાડા ખાતે આવેલ વણિક સમાજની જમણવાડીમાં શ્રી ભોલે ભંડાર પરિવાર તરફથી વિશાળ ભંડારાનું આયોજન કરવામાં આવ્યું હતું અને ગણપતિ બાપ્પાનું વિસર્જન કરવા આવનાર દરેક મંડળ આ ભંડારામાં ભોજનપ્રસાદીનો લાભ લેવા માટે જાહેરાત પણ કરવામાં આવતી હતી અને કેટલાક મંડળવાળા ગણપતિ બાપ્પાને પોતાના ખભા પર પાલકીમાં લઈને પણ તળાવ ખાતે વિસર્જન કરવા માટે લાવ્યા હતા. લોકો પારસી કોલોની, સોનીવાડ, ગૌશાળા, રાવળીયાવાડની મુર્તિ વિસર્જન માટે ભાવ થી રાહ દેખતા હતા. અંદાજે ૧૪૦ મંડળના અને લગભગ ૧૦૦૦ જેટલી નાની મોટી ગણપતિ બાપ્પાની મુર્તિનું લગભગ પરોઢના ૪ વાગ્યા સુધી વિસર્જન થયું હતું.