દાહોદના ચાકલીયા અંડર બ્રીજ પાસે આવી અને દિલ્હી તરફથી આવતી અને મુંબઈ તરફ જતી એક કોલસા ભરેલી માલગાડી નું એન્જીન બરોબર દાહોદના બ્રીજ ઉપર આવીને કોલસા ભરેલ હોવાથી એક દમ એન્જીને લોડ લેવાનું બંધ કરતા એક કલ્લાક થી પણ વધુ સમય માટે અપ ડાઉન બંને બાજુનો ટ્રાફિક ખોટ કયો હતો.
આ ટ્રાફિક ના કારણે જે ટ્રેનો લેટ પડી હતી તેમાં દેહરાદુન એક્સપ્રેસ , રતલામ મેમુ તથા પાછળ આવતી અવધ એક્સપ્રેસ પણ લેટ પડી હોવાનું જાણવા મળેલ છે. રેલ્વેના અધિકારીયો ને આ બાબતે પૂછતા બનાવ ના એક કલ્લાક બાદ પણ હમણાં પાંચ મિનીટ પેહલા થયું છે તેવું જણાવ્યું હતું અને મીડિયાથી હકીકત છુપાવાની કોસિસ કરી હતી . અને એક વખત તો રેલ્વે દાહોદ ના સ્ટાફ ધ્વારા ટોચન એન્જીને થી કોશિસ કરવામાં આવી હતી પણ તે નિષ્ફળ ગઈ હતી. પરંતુ પછી બીજીવાર પ્રયત્ન કારાતા અંતે દોઢ કલ્લાક ની મેહનત બાદ અપલાઈન શરું થઇ હતી અને બોરડી રોકેલી દેહરાદુન દાહોદ આવી હતી અને દાહોદ પ્લેટફોર્મ એક પર ઉભેલી મેમુને પાસ કરી હતી.