

દાહોદના દેવગઢ બારીયામાં 14મી ઓગસ્ટના રોજ બાબુ રામસીંગ પટેલના ઘરે ધાડ પડેલ અને તે સબંધી ફરિયાદ દેવગઢ બારીએ પોલી માથેકે નોંધાયેલ હતો. આ ગુનાની ગંભીરતાને ધ્યાને પોલીસ અધિક્ષક મનોજ નિનામાએ તરત નાકાબંધી કરી ગોઠવવાની હતી.અને ઉકેલવા માટે જિલ્લા એલ.સી.બી. ની ટિમ અને પેરોલ ફર્લો તેમજ સ્થાનિક પોલીસ ને સૂચના આપી હતી આ સયુંકત પોલીસની ટીમે જેમાં એલ.સી.બી. પી.આઈ. એચ. પી.પરમાર , ફર્લો પી.એસ.આઈ. જી.આર.ચૌહાણ. તથા દેવગઢ બારીયા પી.એસ.આઈ કે.કે. રાજપૂત સાથે મળી બાતમી ના આધારે દેવગઢ બારિયાના કાપડી ફળિયામાં યાકુબ આદમ રેસિડવાલાના ઘરે છાપો મારતા ચોરી અને ધાડના ગુનાનો મુદ્દામાલ યાકુબ ના ઘરેથી મળી આવતા પોલીસે અટક કરી અન્ય છ ઈસમોની ધરપકડ કરી એમાંથી લલિત માંજું ભુરીયા ધાડ વિથ મર્ડરનો આરોપી છે . પોલીસે આ સાતે આરોપીયો ની સઘન પૂછ પરછ 4 જેટલા ધાડ, લૂંટ અને ચોરીના ગુનાનો ભેદ ઉકેલવા પામ્યો છે.