Wednesday, January 22, 2025
Google search engine
HomeGarbada - ગરબાડાદાહોદ જિલ્લાના ગરબાડાના ભિલોઇ ગામના યુવકની દેવધા ગામની સીમમાં પાટાડુંગરીના જંગલ વિસ્તારમાં...

દાહોદ જિલ્લાના ગરબાડાના ભિલોઇ ગામના યુવકની દેવધા ગામની સીમમાં પાટાડુંગરીના જંગલ વિસ્તારમાં કરાઈ નિર્મમ હત્યા

 મિત્રની હત્યા કરનાર યુવકે પણ ઘરમાં ગળે ફાંસો ખાઈ આત્મહત્યા કરવાની કરી કોશિશ.

દાહોદ જિલ્લાના ગરબાડા તાલુકાના ભિલોઇ ગામના એક યુવકે તેનાજ ગામના તેના મિત્રને દેવધા ગામની સીમમાં પાટાડુંગરીના જંગલ વિસ્તારમાં લઇ જઈ તેના માથાના ભાગે પથ્થરો મારી ઇજા કરી તથા રૂમાલથી ગળે ટુંપો આપી તેની હત્યા કરી. તેની પાસેથી રોકડ રકમ સહિત ચાંદીના દાગીનાની લૂંટ કર્યાનો બનાવ બનવા પામેલ છે. આ બનાવ બનતા મૃતક યુવકના પરિવારમાં ભારે ગમગીની છવાઈ ગયેલ છે. આ બનાવ બનતા મૃતક યુવકના પિતાએ ગરબાડા પોલીસ સ્ટેશનમાં કાયદેસરની ફરિયાદ નોંધાવેલ છે.

પોલીસ વિભાગ તરફથી પ્રાપ્ત થયેલ વિગત અનુસાર, ગત રોજ તા.૦૫/૦૫/૨૦૨૦ ના રોજ બપોરના ૧૨:૦૦ વાગ્યાના સુમારે ગરબાડા તાલુકાના ભિલોઇ ગામના ભુરીયા ફળિયામાં રહેતા ૨૬ વર્ષીય નરેશભાઇ ભટુભાઇ ભુરીયાને તમાકુ લઇને આવીએ તેમ કહી ભિલોઇ ગામના ડામોર ફળિયામાં રહેતો તેનો મિત્ર નગરસીંગ ઉર્ફે મનીષભાઈ નરસીંગભાઈ ડામોર તેની મોટરસાયકલ ઉપર બેસાડી દેવધા ગામની સીમમાં પાટાડુંગરીના જંગલ વિસ્તારમાં લઇ ગયેલ અને ત્યાં નરેશભાઇ ભટુભાઇ ભુરીયાને માથાના ભાગે પથ્થરો મારી સખત ઇજા કરી તથા રૂમાલથી ગળે ટુંપો આપી તેની હત્યા કરી નાંખેલ અને નરેશભાઈએ પહેરેલ ચાંદીની કંઠી આશરે ૧૦૦ ગ્રામ વજનની જેની આશરે કિંમત ₹.૨૦૦૦/- તથા જમણા હાથે કાંડા ઉપર પહેરેલ ચાંદીનુ ભોરીયુ આશરે ૨૫૦ ગ્રામ વજનનુ જેની આશરે કિંમત ₹.૫૦૦૦/- તથા રોકડા ₹.૭૦૦/- મળી કુલ ₹.૭૭૦૦/- ની લૂંટી લીધેલ. મરણ જનાર નરેશભાઈ સાંજ સુધી ઘરે નહીં આવતા નરેશભાઇના પિતા તથા તેના પરિવારજનોએ તેની તપાસ કરતા તેમને જાણવા મળેલ કે, નગરસીંગ ઉર્ફે મનીષભાઈ નરસીંગભાઈ ડામોર તેની મોટરસાયકલ ઉપર નરેશને તમાકુ લઈને આવ્યે તેમ કહી લઇ ગયેલ હતો તેવું જાણવા મળતા નરેશને પિતાએ નગરસીંગ ઉર્ફે મનીષભાઈ નરસીંગભાઈ ડામોરને આ બાબતે પૂછતાં તેને જણાવેલ કે નરેશ મારી મોટર સાયકલ ઉપર થોડે સુધી આવેલ અને પછી ઉતરી ગયેલ તેવું જણાવી કહેલ કે તમે મારા બાપા સાથે વાત કરો મારા ઘરે ચાલો તેમ કહેતાં નરેશના પિતા તથા તેના પરિવારજનો નગરસીંગ ઉર્ફે મનીષભાઈ નરસીંગભાઈ ડામોરના ઘરે આવેલ તે વખતે નગરસીંગ ઉર્ફે મનીષભાઈ નરસીંગભાઈ ડામોર પાણી લઈને આવું તેમ કહી ઘરમાં જઇ માળા ઉપર દોરડું બાંધી ગળે ફાંસો ખાવા લાગતા બધાએ તેને પકડીને નીચે ઉતારી 108 મારફતે દાહોદ દવાખાને લઈ ગયેલ. નગરસીંગ ઉર્ફે મનીષભાઈ નરસીંગભાઈ ડામોરને નરેશ વિશે પૂછતાં તે ઘરમાં ગળે ફાંસો ખાતો હોવાથી નરેશને પરિવારજનોને શંકા જતા ગરબાડા પોલીસને આ બાબતે જાણ કરી પોલીસ સાથે પાટાડુંગરીના જંગલમાં તપાસ કરતા દેવધા ગામની સીમમાંથી નરેશની લાશ લોહીલુહાણ હાલત મળી આવતા પોલીસે મૃતક યુવકની લાશને ટ્રેક્ટરમાં મૂકી ગરબાડા સરકારી દવાખાને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપેલ. આ બનાવ બાબતે મૃતકના પિતા ભટુભાઈ દિતીયાભાઈ ભુરીયાએ ગરબાડા પોલીસ સ્ટેશનમાં ભિલોઇ ગામના નગરસીંગ ઉર્ફે મનીષભાઈ નરસીંગભાઈ ડામોર વિરુદ્ધ ફરિયાદ નોંધાવતા ગરબાડા પોલીસે આ હત્યા સંદર્ભે વધુ તપાસ હાથ ધરી છે અને આરોપીને ઝડપી પાડવાના ચક્રો ગતિમાન કર્યા હોવાનું જાણવા મળેલ છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments