જિલ્લા પ્રોગ્રામ ઓફિસરનાં માર્ગદર્શન હેઠળ આજે તા.૦૯/૦૮/૨૦૨૫ ને શનિવારના રોજ દાહોદ જિલ્લાના તમામ તાલુકાના આંગણવાડી કેન્દ્રો પર નાના ભૂલકાઓ દ્વારા રક્ષાબંધન પર્વની ઉલ્લાસભેર ઉજવણી કરવામાં આવી હતી.
આંગણવાડી કેન્દ્રમાં બાળકો દ્વારા રાખડી બનાવી ચિત્રપોથીમાં ચોંટાડવા જેવી પ્રવૃત્તિ પણ કરવામાં આવી હતી. એ સાથે કાર્યકર દ્વારા આ નાનકડાં ભૂલકાંઓને ભાઈ-બહેનના પવિત્ર સંબંધના પ્રતીક સમા રક્ષાબંધનના તહેવારનું મહત્વ પણ સમજાવવામાં આવ્યું હતું.