- આ મહિલાની લાશ ત્રણ થી ચાર દિવસ જુની હોવાનુ લોક મુખે ચર્ચા.
- મહિલાની લાશ ક્યાંથી આવી, મરણ જનાર આ મહિલાની હત્યા થઈ છે કે પછી આત્મહત્યા કે પછી કોઈ જાનવરે હુમલો કર્યો જેવા અનેક સવાલ લોકમુખે ચર્ચા બન્યો.
- ગામના સરપંચે આ બાબતની પોલીસને જાણ કરતા પોલીસ દોડતી થઇ.
- મહિલાના પી.એમ બાદ જ ખબર પડશે કે હકીકત શું બની છે.
દાહોદ જિલ્લાના ધાનપુર તાલુકાના લુખડીયા ગામના જંગલમાં ગામના ગ્રામજનો ગત રોજ જંગલ તરફ ગયા હતા ત્યારે કંઈક દુર્ગંધ આવતા તે તરફ જંગલમાં જોતા ત્યાં એક મહિલાની લાશ પડી હોવાનું જણાઈ આવેલ. જેથી ગ્રામજનોએ ગામના સરપંચને આ બાબતે જાણ કરતા સરપંચ સહિત અન્ય ગ્રામજનો જંગલમાં દોડી આવ્યા હતા અને અજાણી મહિલાની લાશ પડી હતી તે જોઈ ગામના સરપંચે આ બનાવ અંગે ધાનપુર પોલીસને જાણ કરતા ધાનપુર પોલીસ લુખડીયા ગામના જંગલમાં પહોંચી ગઈ હતી. જ્યાં મહિલાની લાશ જોતા મહિલાની લાશ ત્રણ થી ચાર દિવસ અગાઉની પડી હોવાનું લાશ જોતાં જણાઇ આવેલ. જેથી પોલીસે મૃતક મહિલાની લાશને પી.એમ. અર્થે મોકલી આપી વધુ તપાસ હાથ ધરી છે. આ મહિલાએ આત્મહત્યા કરી કે પછી હત્યા કરી તેની લાશને ફેંકી દેવામાં આવી કે પછી કોઈ જાનવરે હુમલો કરી આ મહિલાનું મોત નીપજાવેલ છે ? તે આ મહિલાની લાશનું પી.એમ. થયા બાદ જ સાચી હકીકત જાણવા મળશે. આ લાશ કંઈ મહિલાની છે ? આ મહિલા કોણ છે અને ક્યાંની છે? આ મહિલાએ આત્મહત્યા કરી છે કે પછી તેની હત્યા કરવામાં આવી છે ? જેવા અનેક સવાલ સાથે સમગ્ર ધાનપુર પંથકમાં ચર્ચાનો વિષય બનવા પામ્યો છે.