PRAVIN KALAL –– FATEPURA
દાહોદ જિલ્લાના ફતેપુરા તાલુકાનાં મુખ્ય મથક ફતેપુરા ખાતે આજે તા.૦૯/૦૮/૨૦૧૯ ને શુક્રવારના રોજ પ્રજાપતિ સમાજ દ્વારા દશામાતા ની શોભાયાત્રાનું આયોજન દશામાતાજીના મંદિર થી કરવામાં આવ્યું અને આ શોભાયાત્રામાં નાના બાળકો, ભાઈઓ, બહેનો તથા વડીલ સર્વે લોકોએ પોતાના ધંધા રોજગાર બંધ પાળી જોડાયા હતા. આ શોભાયાત્રામાં પ્રજાપતિ સમાજના મહિલાઓ બેન્ડવાજા ના તાલે રાસ ડાંડીયા રમતા જઇ સમગ્ર ફતેપુરા નગરના મેન બજાર થી લઈ પાછલા પ્લોટ તેમજ હોળી ચકલા પર થઇ મંદિરે પરત શોભાયાત્રા લઈ જવામાં આવી હતી અને વિસર્જન કરી સર્વે પ્રજાપતિ મંડળ દ્વારા પ્રસાદનું આયોજન કરવામાં આવ્યુ અને સર્વે ભક્તો પ્રસાદ લઇ માતાજીના જયકારા કરી કીર્તન કરી વિસર્જન કરવામાં આવ્યું.