ગરબાડા તાલુકામાં વિશ્વ આદિવાસી દિનની ઉજવણી ધામધૂમથી ઉજવામાં આવી

0
66

આજનો દિવસ એટલે કે, ૦૯મી ઓગષ્ટ વિશ્વ આદિવાસી દિન. જે સંયુક્ત રાષ્ટ્ર સંઘ (UNO) દ્વારા ઘોષિત કરવામાં આવેલ. આદિવાસીઓની ભવ્ય અને ઐતિહાસિક વિરાસત, પરંપરાગત વારસો અને અસ્મિતાને ટકાવવાના પ્રયાસોના ભાગરૂપે સંયુક્ત રાષ્ટ્ર સંઘ (UNO) દ્વારા તા.૯મી ઓગસ્ટને ‘વિશ્વ આદિવાસી દિવસ’ તરીકે ઘોષિત કરવામાં આવેલ છે. જળ, જમીન, જંગલ અને પર્યાવરણ સાથે જોડાયેલ આદિવાસી સંસ્કૃતિને ઉજાગર કરવા સમગ્ર રાજ્યના વિવિધ આદિવાસી જિલ્લાઓમાં વિશ્વ આદિવાસી દિનની ઉજવણી કરવાનું રાજ્ય સરકાર દ્વારા નક્કી કરાયું છે. જેના ઉપલક્ષમાં ગત વર્ષની જેમ આ વર્ષે પણ આજે તા.૦૯/૦૮/૨૦૧૯ ને શુક્રવારના રોજ ગરબાડા તાલુકાના આદિવાસી ભાઈઓ દ્વારા વિશ્વ આદિવાસી દિવસની ધામધૂમથી ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી હતી અને આદિવાસી ભાઈઓએ પારંપારિક આદિવાસી વસ્ત્રો ધારણ કરી ગરબાડા ગામમાં ડીજે સાથે વિશાળ રેલી કાઢી હતી. જેમાં ખુબજ મોટી સંખ્યામાં આદિવાસી ભાઈઓ રેલીમાં જોડાયા હતા અને ડીજેના તાલે ઝૂમી વિશ્વ આદિવાસી દિવસની ઉજવણી ધામધુમથી કરી હતી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here