PRVIN KALAL – FATEPURA
દાહોદ જિલ્લાના ઝાલોદ તાલુકાનાં મુખ્ય શહેર ઝાલોદમાં ઇન્ડિયન ગેસની એજન્સી આવેલી છે તેના ઘણા બધા કસ્ટમરો ફતેપુરા તાલુકાનાં મુખ્ય મથક ફતેપુરમાં પણ છે, ફતેપુરા નગરમાં ઇન્ડિયન ગેસ વિતરણની કોઈ ઓફિસ આવેલી નથી, જેના કારણથી તેઓ ઝાલોદથી ટેમ્પા મારફતે ફતેપુરામાં ગેસ બોટલની ડીલીવરી કરવા માટે આવે છે અને તેઓ ગેસ બોટલ ડીલીવરી કરવાના વધારાના રૂપિયા ૪૦/- ભાડા પેટે કરીને ઉઘરાવે છે છતાં પણ તેઓ કોઈ સ્લીપ કે વજન કાટો સાથે રાખતા નથી કે અને પાર્ટીના ઘર સુધી પણ બોટલ નથી મુકી આપતા. ઘરડા, વડિલો તથા સ્ત્રીઓને આ ગેસના બોટલ જાતે ઊંચકીને તેમના ઘરે લઈ જવા પડે છે.
વધુ માહિતી મુજબ ગેસના જુના બોટલો એક્સપાયર્ડ થયેલી હાલત વાળા પણ તેઓ આપી જાય છે તેના કારણે કોઈ મોટી હોનારત સર્જાય તેવી ભીતિ જણાઈ રહી છે. ગત તા.૧૯/૦૧/૨૦૧૮ શુક્રવારના રોજ ગેસની ગાડી ડીલીવરી કરવા આવી હતી ત્યારે તેમણે ગાડીમાંથી જ ગેસની બોટલ નીચે રસ્તા પર નાખતા ગેસની બોટલ નીચેની બાજુથી લીક થઇ ગયો હતો, સમય સૂચકતા વાપરી કોઈ જાનહાનિ કે નુકસાનના થાય તેવી રીતે તેઓએ બોટલને મૂકી રાખી હતી અને કોઈ નુકસાન થયું ન હતું વધુમાં તેઓ બોટલ ટેમ્પામાંથી રસ્તા પર નીચે છૂટા નાંખી દે છે તેનાથી અમુક R.C.C. રસ્તા પણ તુટી ગયા છે.
આમ ગેસ એજન્સી દ્વારા એક્સપાયર્ડ થયેલા ગેસની બોટલો ગ્રાહકોને આપવાના બંધ કરવામાં આવશે ખરા? શું આ બાબતે ગેસ એજન્સીની કોઈ પણ પ્રકારની જવાબદારી નથી? શું તંત્ર દ્વારા કોઈ પગલાં લેવાશે ખરા? આ દરેક બાબતો ફતેપુરાના લોકોમાં ચર્ચાનો વિષય બની ગયો છે.