દાહોદ જિલ્લાના ફતેપુુરા તાલુુકાના મુખ્ય મથક ફતેપુરા નજીક આવેલ સલારા ગામના એક પરિવારમાં એક મહિલાની ડિલિવરી માટે ફતેપુરાના વરદાન હોસ્પિટલ માં લઈને આવેલ ત્યારબાદ ડિલિવરી થઈ ગયા પછી ફતેપુરા થી સલારા જતા કોઈ પણ વ્હિકલ ન મળતા તેઓ ફતેપુરથી સલારા પોતાના ઘરે જવા ચાલતા જ નીકળ્યા હતા. તેવામાં ઝાલોદ ચોકડી પાસે P.S.I. બરંડા તેઓની સરકારી ગાડી સાથે ફરજ બજાવતા રાઉન્ડ ઉપર હતા, ત્યારે આ ચાલતા જનારાઓની પુછપરછ કરતા માહિતી મળેલ અને તે જાણી P.S.I. બરંડાએ સલામતી સાથે તેઓનેે તેમના ઘરે પોતાની સરકારી ગાડીમાં મુકવા ગયા હતા. ફતેપુરા પોલીસની આ સરાહનીય કમગીરી બદલ ગામ લોકો દ્વારા પોલીસને ઉમદા કાર્ય કરવા બદલ અભિનંદન પાઠવ્યા હતા.