દાહોદ જિલ્લાના ફતેપુરા તાલુકાના મુખ્ય મથક ફતેપુરા બ્રહ્માકુમારી સેવા કેન્દ્ર દ્વારા 84મી શિવ જન્મજયંતિ નિમિત્તે મહાશિવરાત્રીની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. તે પૈકી મુખ્ય મહેમાન તરિકે ગાયત્રી પરિવારના રામજીભાઈ ગરાસીયા, દીદીયો, ગ્રામજનો, ભાઈઓ, બહેનો તથા બાળકો જોડાયા હતા. આ અનુરૂપ સવારે પ્રભાતફેરી બ્રહ્માકુમારી સેવા કેન્દ્ર પરથી નીકળવામાં આવી હતી. પ્રભાતફેરી શિવ ભજનો સાથે સમગ્ર ફતેપુરા નગરમાં ફેરવવામાં આવી હતી, અને 84મી શિવ જયંતિ પરમાત્માની જન્મજયંતીની યાદમાં કેક કાપવામાં આવી હતી. તેમજ ધ્વજારોહણ કરવામાં આવ્યું હતું અને ચોર્યાસી દીવડાની દીપ જ્યોત પ્રજ્વલિત કરવામાં આવી હતી.
ત્યારબાદ દીદીઓ દ્વારા સમાજમાં ચાલી રહેલા દૂષણ વિશે ચર્ચાઓ કરવામાં આવી હતી અને કળિયુગનો અંત ખૂબ જ નજીક છે અને સતયુગ આવી રહ્યો છે ત્યારે સ્વયંને સ્વસ્તિક બનાવો અને નવા યુગમાં જવા માટે તૈયાર થાવ તેવી રીતના બ્રહ્મકુમારીની દીદીઓએ પ્રવચન આપ્યું હતું.