દાહોદ જિલ્લાના ફતેપુરા તાલુકાના ધારાસભ્ય મતવિસ્તારમાં રૂપિયા ૨૫ લાખ ધારાસભ્યની ગ્રાન્ટમાંથી અને મુખ્યમંત્રી રાહત ફંડમાં પગારમાંથી રૂપિયા એક લાખ આપવાની જાહેરાત કરી. કોરોના વાઈરસની મહામારી માટે પોતાના મતવિસ્તારમાં જરૂરી મેડીકલ સામગ્રી માટે તેમજ મુખ્યમંત્રી રાહત ફંડમાં આપવાની જાહેરાત કરી.
ફતેપુરા ૧૨૯ મત વિસ્તારના ધારાસભ્ય રમેશભાઈ કટારાએ પોતાના મતવિસ્તારમાં ફતેપુરામાં મેડિકલની જરૂરી સામગ્રી લાવવા માટે રૂપિયા 25 લાખ તેમજ મુખ્યમંત્રી રાહત ફંડમાં પગારમાંથી રૂપિયા 1,00,000/- આપણી જાહેરાત કરેલ છે. હાલમાં સમગ્ર દેશ અને રાજ્યમાં કોરોના વાયરસની મહામારી થી અસરગ્રસ્ત છે ધારાસભ્યએ પોતાના મતવિસ્તારમાં આવેલ ફતેપુરા તાલુકા સંજેલી તાલુકા અને ઝાલોદ તાલુકાના કદવાલ ગામને જરૂરી મેડિકલ સાધનો મેડિકલ કીટસ અને જરૂરી સાધનસામગ્રી માટે રૂપિયા 25 લાખ ને ધારાસભ્યની ગ્રાન્ટમાંથી આપવાની જાહેરાત કરેલ છે ફતેપુરા તાલુકા માટે રૂપિયા 12 લાખ સંજેલી તાલુકા માટે રૂપિયા 8 લાખ તેમજ ઝાલોદ તાલુકાના કદવાળ ગામને રૂપિયા 5 લાખ ધારાસભ્ય સભ્યની ગ્રાન્ટમાંથી આપવાની જાહેરાત કરેલ છે. આ ઉપરાંત મુખ્યમંત્રીના રાહત ફંડમાં પોતાના પગારમાંથી રૂપિયા 1 લાખ આપવાની જાહેર કરતાં રૂપિયા 26 લાખ આપવાની જાહેરાત ફતેપુરા ધારાસભ્ય રમેશભાઈ કટારા કરેલ છે